Advertisement

રાજ કુન્દ્રા કેસને લઈને તપાસનો ધમધમાટ, જપ્ત કરેલ મુદ્દામાલની તપાસ FSLમાં કરવામાં આવશે

11:56 AM Jul 28, 2021 | Damini Patel |
Advertisement

GSTV

રાજ કુન્દ્રા કેસને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે અંગે જે પણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેના વૈજ્ઞાનિક પુરાવા માટે એ તમામ નાશિક FSL ખાતે મોકલવામાં આવશે. આમ તો ગુજરાત FSL ની મોટા કેસ દરમિયાન મદદ લેવામાં આવતી હોય છે પરંતુ નાશિક FSL વધારે અત્યાધુનિક હોવાથી એ તમામ મુદ્દામાલ ની તપાસ નાશિક ખાતે કરવામાં આવશે

રાજ કુન્દ્રા કેસમાં દિવસે દિવસે અલગ અલગ ખુલાસા થઇ રહ્યા છે બીજી તરફ સામગ્ર કેસમાં કુન્દ્રા સામે અનેક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે કેટલાક ઉપકરણો પણ પોલીસે કબજે કર્યા છે. જેની હવે તપાસ અગામી સમયમાં કરવામાં આવશે. કોર્ટ માં પુરાવા માટે રજુ કરી શકાય તેના માટે FSL ની મદદ લેવામાં આવશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો એ તમામ મુદ્દામાલ ને નાશિક ખાતે મોકલી આપવામાં આવશે. જ્યાં તેની તપાસ કરવામાં આવશે.

સૌથી અત્યાધુનિક FSL નાશિક ખાતેની FSL

દેશમાં સૌથી અત્યાધુનિક FSL નાશિક ખાતેની FSL છે. આમ તો ગુજરાત FSL ની મદદ પણ અનેક વખત મોટા કેસમાં તપાસ દરમિયાન લેવામાંઆવી હોય તેવું બન્યું છે પરંતુ આ કેસમાં મુદ્દામાલ ગુજરાત નહિ આવે કારણ કે નાશિક ખાતે આવેલી FSL વધારે અત્યાધુનિક છે. અને તપાસ પણ મુંબઈ પોલીસ ચલાવી રહી છે ત્યારે પોલીસ નાશિક ખાતે મોકલી તેના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજુ કરશે.

થોડા સમય અગાઉ ની જો વાત કરીએ તો અમદાવાદ SOG દ્વારા નકલી નોટનો મોટો કેસ કરેલો હતો જે તપાસ બાંગ્લાદેશ સુધી પહોચી હતી…આમ તો સામાન્ય રીતે પેડલર સુધીની તપાસ થતી હોય છે પરંતુ તે કેસમાં તપાસ બાંગ્લાદેશ સુધી લંબાવવામાં આવી હતી અને આખી ચેન તોડી પાડવામાં આવી હતી.જે કેસમાં નકલી નોટ કબજે કરવામાં આવી હતી તેની તપાસ ગુજરાત નહિ પરંતુ નાશિક FSL ખાતે મોકલી હતી અને તેના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા બાદ SOG દ્વારા નકલી નોટ ના કેસમાં પ્રથમ વખત UAPA એકત લગાવવામાં આવી હતી અને તમામ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી..

Advertisement

ત્યારે અત્યારે ચાલી રહેલા વિવાદિત રાજ કુન્દ્રા કેસમાં પણ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે નાશિક FSL ની મદદ લેવામાં આવનારા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

Read Also

The post રાજ કુન્દ્રા કેસને લઈને તપાસનો ધમધમાટ, જપ્ત કરેલ મુદ્દામાલની તપાસ FSLમાં કરવામાં આવશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next