Advertisement

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

09:40 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાત સહિત દેશની 19 રાષ્ટ્રીયકૃત બૅન્કોએ મળીને મોટી લોન લઈને બૅન્કને અબજોનો ચૂનો લગાડનારાઓને કારણે વધી ગયેલી એનપીએ ઓછી દેખાડવા માટે 2021ની 31મી માર્ચે પૂરા થયેલા ચાર જ વર્ષના ગાળામાં નફામાંથી રૂા. 6,19,202 લાખ કરોડની જોગવાઈ કરી છે.

2011-12થી 2016-17ના છ વર્ષના બીજી રૂા. 2.65,477 કરોડનો નફો એનપીએ-ફસાયેલી મૂડી ઓછી દેખાડવા માટે વાપરી નાખ્યા છે. માહિતી અધિકાર હેઠળની અરજીમાં રિઝર્વ બૅન્કે જ આ આંકડાઓ જાહેર કર્યા છે. 

આમ રાષ્ટ્રીયકૃત બૅન્કના શેરહોલ્ડર્સને ડિવિડંડ અને શેરના ભાવના એપ્રિશિયેશનમાં મોટું નુકસાન વેઠવાનું આવી રહ્યું છે. આમ રાષ્ટ્રીયકૃત બૅન્કોમાંથી કરોડોની લોન લેનારાઓએ રીતસરની લૂંટ ચલાવી છે. બૅન્કને ખંખેરી જનારાઓને આડકતરૂં પ્રોત્સાહન આપી રહી છે. બૅન્કનું ટોપ મેનેજમેન્ટ જ મોટી રકમની લોન સેન્કશન કરે છે.

તેઓ જ તેમાંથી મોટી રકમના કટ લઈ લેતા હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. આ અગાઉ રૂા. 30,000 કરોડના ડિફોલ્ટર આલોક ટેક્સટાઈલને પણ રૂા. 5000 કરોડમાં સેટલ કરી આપ્યું હતું.  એક તરફ ડિપોઝિટર્સની વીમા સુરક્ષિત રકમ 1 લાખથી રૂા. 5 લાખની કરવામાં સરકાર 25 વર્ષથી વધુ સમય નિર્ણય લેવામાં કરે છે.

Advertisement

બીજીતરફ એનસીએલટી બહુ જ ટૂંકા ગાળામાં એટલેકે બે પાંચ વર્ષના ગાળામાં જ હજારો કરોડની લોન લઈને નાદારી નોંધાવનારા ઉદ્યોગપતિઓના એનપીએના ખાતાઓ રૂા.20000થી 3000 કરોડ લઈને સેટલ કરી આપી રહી છે. વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ તેનો છેલ્લામાં છેલ્લો દાખલો છે. વિડીયો કોનના રૂા. 64,838 કરોડના બાકી લેણાનો કેસ એનસીએલટીમાં રૂા. 2962 કરોડનાં સેટલ કરવામાં આવ્યો છે.

આમ તેને બાકી લેણાંમાંથી 95 ટકાથી વધુ રકમ માફ કરી આપી છે. નાના ડિફોલ્ટર્સની પાછળ રિકવરી એજન્ટોને ડાઘિયા કૂતરાની જેમ છોડી મૂકતા બૅન્કના ટોચના અધિકારીઓ મોટા ઉદ્યોગોને સલામ મારતા ફરે છે. આ ઉદ્યોગોને રાજકીય બૅકિંગ હોવાથી પણ બૅન્કના નાણાં લૂટાઈ રહ્યા છે. રાજકારણીઓ પણ બૅન્કની રિકવરીની પ્રક્રિયામાં આડે આવતા હોવાના કિસ્સાઓ બને છે. 

રાષ્ટ્રીયકૃત બૅન્કો પણ પૈસા આવવાના જ નથી તેમ માની લઈને જે મળ્યા તે લઈ લઈન ેસેટલમેન્ટ કરી રહ ીછે. આ બધાં લેણાની વસૂલી વધુ સંગીન રીતે કરે તો બૅન્કા ખાતેદારો પાસેથી ચૅક રિટર્નના ચાર્જ પેટે રૂા. 550થી 750 જેટલી માતબર રકમ લેવાની નોબત આવે જ નહિ.

તેમ જ સેવિંગ બૅન્કમાં પડી રહેતી ડિપોઝિટ પર માત્ર 3 ટકા વ્યાજ ચૂકવીને પણ ચૅકબુકથી માંડીન ેખાતાના વાર્ષિક ઉતારાની વિગતો અલગથી પેપરમાં કાઢી આપવા માટે પેજદીઠ રૂા. 120 લે છે તે લેવાની નોબત આવે જ નહિ. બૅન્કો તેમની વધી રહેલી એનપીમાં આ ચાર્જ લઈને વસૂલ કરવાની કોશિશ કરી રહી છે, જે પાડાને વાંકે પખાલીને ડામ આપવાની કવાયત સમાન છે.

બૅન્કના નાના ખાતેદારોના રૂા.5થી 10 લાખના લેણા માટે તેમના ઘર લઈને હરાજી કરી નાખવામાં ન ખચતા બૅન્કના રિકવરી એજન્ટો બૅન્કોની એનપીએમાં અબજોનો વધારો કરતાં મોટા ઉદ્યોગોને સલામ મારતા ફરે છે. તેમની પાસે વારંવાર ન જવા માટ ેતેમની સાથે સમયાંતરે પૈસા લઈ લઈને રિકવરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરતાં જ નથી. 

નાણાંકીય વર્ષએનપીએ સામે જોગવાઈ
2017-18રૂા. 1,28,229 કરોડ
2018-19રૂા. 1,83,202 કરોડ
2019-20રૂા. 1,75,877 કરોડ
2020-21રૂા. 1,31,894 કરોડ
કુલરૂા. 6,19,202 કરોડ

READ ALSO

The post રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next