Advertisement

ગૌરવ / અમદાવાદના પ્રોફેસર તેજસ્વિની નિરંજનાને મળ્યું સાહિત્ય જગતનું આંતરરાષ્ટ્રીય સન્માન

06:39 PM Oct 22, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

અમેરિકન લિટરરી ટ્રાન્સલેટર્સ એસોસિએશન (એએલટીએ) દ્વારા અમદાવાદ યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઇન્ટર-એશિયન રિસર્ચના નિયામક પ્રોફેસર તેજસ્વિની નિરંજના/Tejaswini Niranjanaની 2021 નેશનલ ટ્રાન્સલેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કન્નડ લેખક જયંત કૈકિનીના ટૂંકી વાર્તાઓના સંગ્રહના અનુવાદ ‘નો પ્રેઝન્ટ્સ પ્લીઝ : મુંબઈ સ્ટોરીઝ’ના અનુવાદ માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. અંગ્રેજીમાં અનુવાદ માટેના સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક એવોર્ડ્સ પૈકીનો એક એવો નેશનલ ટ્રાન્સલેશન એવોર્ડ (એનટીએ) એ એકમાત્ર એવો પુરસ્કાર છે કે જેમાં કૃતિની મૂળ ભાષાના લખાણના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ ‘એક સંપૂર્ણપણે ગુણવત્તાયુક્ત પુસ્તકના કલાત્મક પાસાના ખૂબીપૂર્વકના નવસર્જન’ દ્વારા અંગ્રેજી સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાનનો સ્વીકાર કરે છે.

જયંત કૈકિનીની ટૂંકી વાર્તાઓ મુંબઈ શહેરના છેડે રહેતા લોકોના સામાન્ય જીવનની વાત કરે છે. જેનિફર ક્રોફ્ટ, એન્ટન હુર અને એની જૅનશ સહિતના નિર્ણાયકોએ નિરંજનાએ કરેલા કન્નડ વાર્તાઓના અંગ્રેજી અનુવાદને “અદભૂત કળા” તરીકે વર્ણવ્યો હતો. તેમણે આ અનુવાદને મુંબઈ શહેર સાથે જોડાયેલા અને સાર્વત્રિક એવા વાંચનના અનુભવને સમૃદ્ધ બનાવનારા તરીકે પણ વર્ણવ્યો હતો.

નિરંજનાએ અનુવાદમાં પોતાના ઉદાહરણીય કાર્ય માટે આ પૂર્વે પ્રશસ્તિ મેળવેલી છે. તેમને એમ. કે. ઇન્દિરાના ફણિયામ્મા (1989)ના અનુવાદ માટે કેન્દ્ર સાહિત્ય અકાદમી એવોર્ડ, નિરંજના’ઝ મૃત્યુંજયા (1996)ના અનુવાદ માટે કર્ણાટક સાહિત્ય અકાદમી એવોર્ડ, અને કન્નડ ભાષામાંથી અંગ્રેજીમાં કરેલા અનુવાદો માટે જેસીબી પ્રાઇઝ ફોર સાઉથ એશિયન લિટરેચર પ્રાપ્ત થયેલા છે. તેમણએ પાબ્લો નેરુદાની કવિતા અને શેક્સપીયરના જુલિયસ સિઝરનો પણ કન્નડ ભાષામાં અનુવાદ કર્યો છે. પ્રોફેસર નિરંજના એક કલ્ચરલ થિયરિસ્ટ છે જે કલ્ચર સ્ટડીઝ, જેન્ડર સ્ટડીઝ, ટ્રાન્સલેશન અને એથ્નોમ્યુઝિકોલોજીમાં વિશેષજ્ઞતા ધરાવે છે. તેમના નામે ઘણા પુસ્તકો પણ બોલે છે. તેઓ બેંગ્લોરના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ કલ્ચર એન્ડ સોસાયટીના સહ-સ્થાપક છે. હાલમાં તેઓ ભારતીય અને ચીનના કલાકારો વચ્ચેના સંગીતમય સહયોગ સમાન સાથ-સાથ પ્રોજેક્ટનું સંકલન કરે છે. આ રિસર્ચ એ તેમણે પ્રોડ્યૂસ કરેલા ત્રણ દસ્તાવેજી ચિત્રોનો વિષય પણ છે.

The post ગૌરવ / અમદાવાદના પ્રોફેસર તેજસ્વિની નિરંજનાને મળ્યું સાહિત્ય જગતનું આંતરરાષ્ટ્રીય સન્માન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next