Advertisement

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

04:15 PM Oct 22, 2021 | pratik shah |
Advertisement

GSTV

પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારાનો સિલસિલો અટકી રહ્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. આ મુદ્દે રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી છે. પ્રિયંકા ગાંધીએ લોકોને કહ્યુ છે કે, તમે જ્યારે પણ વાહનમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવો ત્યારે યાદ રાખજો કે, પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર મોદી સરકાર ટેક્સ થકી 23 લાખ કરોડ રૂપિયા કમાઈ ચુકી છે.

રોજ મોંઘા શાકભાજી અને ખાવાનુ તેલ ખરીદો ત્યારે પણ યાદ રાખજો કે દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી છે પણ મોદીજીના અબજોપતિ મિત્રો રોજ 1000 કરોડ રૂપિયા કમાય છે.

આ પહેલા રાહુલ ગાંધીએ પણ કહ્યુ હતુ કે, દેશની જનતા સાથે પેટ્રોલ ડિઝલના ભાવ વધારીને ક્રુર મજાક કરવામાં આવી રહી છે.

પ્રિયંકા ગાંધી હાલમાં યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસ દેશના સૌથી મોટા રાજ્યમાં પ્રિયંકા ગાંધીના સહારે જ ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ ગયુ છે.

Advertisement

READ ALSO

The post પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next