Advertisement

કિસાન મહાપંચાયત / કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ઉઠાવી અવાજ, સરકાર વિરુદ્ધ કહી આ વાત

09:21 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

યુપીના મુઝફ્ફરનગરમાં કૃષિ કાયદા વિરૂદ્ધ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરી છે. પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના હુંકાર સામે કોઈ પણ સત્તાનો ઘમંડ કામ કરતો નથી.

પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે ખેડૂતો આ દેશનો અવાજ છે. ખેડૂતો દેશનું ગૌરવ છે. ખેડૂતોના અવાજ સામે કોઈ સત્તાનો ઘમંડ ચાલતો નથી. ખેતીને બચાવવા અને પોતાની મહેનતનો હક માગવાની લડતમાં સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે.

મુઝફ્ફરનગરના સરકારી ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી મહાપંચાયત માટે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે. ઉત્તરપ્રદેશ આવતા વર્ષની શરૂઆતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટનાને મહત્વની માનવામાં આવી રહી છે. ‘કિસાન મહાપંચાયત’ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આયોજિત છે.

સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, “5 સપ્ટેમ્બરની ‘મહાપંચાયત’ એ યોગી-મોદી સરકારોને ખેડૂતો, ખેતમજૂરો અને કૃષિ આંદોલનના સમર્થકોનોની તાકાતનો અહેસાસ કરાવશે. મુઝફ્ફરનગર ‘મહાપંચાયત’ છેલ્લા નવ મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી હશે.

Advertisement

‘મહાપંચાયત’માં સહભાગીઓ ખેડૂતો માટે 100 મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પંજાબમાં કુલ 32 ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકારને પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચવાની વિનંતી કરી છે. અને કહ્યું કે જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો 8 સપ્ટેમ્બરે મોટા વિરોધ માટે રોડમેપ તૈયાર કરશે.

Read Also

The post કિસાન મહાપંચાયત / કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ઉઠાવી અવાજ, સરકાર વિરુદ્ધ કહી આ વાત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next