Advertisement

સરકારનો વાયદો/ ગુજરાતમાં 15 દિવસમાં વીજ પુરવઠાની સ્થિતિ રાબેતા મુજબ થશે, ખેતીવાડીમાં રાત્રે વીજ પુરવઠો અપાશે

08:19 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ગુજરાતમાં વીજ કટોકટીની સમસ્યા 15 દિવસમાં ઉકેલાઈ જશે તેવો દાવો કરતા રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ વાપી ખાતેના એક કાર્યક્રમમાં  જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની ઊભી થયેલી સમસ્યા દુર કરવા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. 

સમગ્ર વિશ્વમાં ઊભી થયેલી વીજ કટોકટીની સમસ્યાના કારણે વીજ પુરવઠો ગમે ત્યારે ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વીજ કટોકટીની સમસ્યા નહીંવત્ હોવાનું જણાવ્યું હતું. 493 મેગાવોટની જંગી અછત હોવા છતાં તેમણે એવો દાવો કર્યો કે, 15 દિવસમાં ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠાની સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.

વધુમાં ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની સમસ્યા છે. જેને નિવારવા ત્યાંના ખેડૂતોને રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. જ્યારે ઈલેક્ટ્રીસિટી એક્ષચેન્જમાંથી યુનિટના રૂ.10.25 ચુકવવા છતાં તેનો બોજો વીજ વપરાશકર્તાઓ પર નહીં પડે, વધુ ભાવે કરાતી ખરીદીનો બોજો સરકાર ઉઠાવે છે.

READ ALSO

Advertisement

The post સરકારનો વાયદો/ ગુજરાતમાં 15 દિવસમાં વીજ પુરવઠાની સ્થિતિ રાબેતા મુજબ થશે, ખેતીવાડીમાં રાત્રે વીજ પુરવઠો અપાશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next