Advertisement

મોટી સફળતા / પોન્ઝી સ્કિમના કૌભાંડી દિક્ષિત મિસ્ત્રીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, દુબઈ જવાની ફિરાકમાં હતો સ્કેમર

09:09 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

રાજ્યવ્યાપી પોન્ઝી સ્કિમ કૌભાંડનાં મુખ્ય આરોપી દિક્ષિત મિસ્ત્રીને મુંબઈ એરપોર્ટ પરથી લૂકઆઉટ નોટિસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. દિક્ષિત મિસ્ત્રીએ ગાંધીનગર સહિત રાજ્યવ્યાપી કૌભાંડને અંજામ આપ્યો હતો. 25થી વધુ લોકોના રૂપિયા 3.54 કરોડ ચાઉં કરી જનાર કંપનીના ચાર ભાગીદારો વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી દુબઈ જવાની ફિરાકમાં હતો ત્યારે તેને દબોચી લેવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે દક્ષિત મિસ્ત્રીને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો. કોર્ટે દિક્ષિત મિસ્ત્રીને પાસપોર્ટ જમા કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ દિક્ષિત મિસ્ત્રીએ પાસપોર્ટ જમા ન કરાવતા ઈન્ફોસિટી પોલીસે દિક્ષિત મિસ્ત્રી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. હાલ દિક્ષિતને મુંબઈથી ગાંધીનગર લઈ આવવામાં આવ્યો છે. દક્ષિત મિસ્ત્રી મહેસાણા અને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો.

આ કેસમાં એક મહિલાએ કર્યો હતો આપઘાત

મહેસાણાની જ્યોત્સનાએ પાંચ વર્ષ અગાઉ સમરપણ કો.ઓપ. ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિર્તીભાઈ પારસંગભાઈ ચૌધરીના કહેવા મુજબ તેણીએ પોતાના સગાસંબંધીઓ પાસેથી રૃા. ૬૬.૧૯ લાખનું રોકાણ કરાવ્યું હતું. આ નાણાંનું સમયસર વળતર ન મળવાથી સગાસંબંધીઓએ રોકાણ કરેલ પૈસાની ઉઘરાણી કરવામાં આવતા જ્યોત્સનાબેને ક્રેડિટ સોસાયટીમાં જાણ કરી હતી. પરંતુ પૈસા આપવાના વાયદો આપવામાં આવતા હતા.

પ્રાઈવેટ કંપનીના હર્તાકર્તા દિક્ષિત મિસ્ત્રીએ આપેલ રૃા. ૪.૬૯ લાખનો ચેક પણ રીટર્ન થયો હતો. જેથી પૈસાનું સેટીંગ ન થતાં પાંચ વર્ષનું ગર્ભ ધારણ કરેલ જ્યોત્સના ગત તા. ૯-૭-૨૧ ના રોજ આસજોલની સીમમાં બાન્ટાઈ નર્મદા કેનાલે પહોંચીને પાણીમાં ઝંપલાવી જીવન ટુંકાવી લીધું હતું. તેણીએ અંતિમ પગલું ભર્યા પહેલા પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણીએ પૈસાનું સેટીંગ ના થતાં દુખી થઈ છું અને બીજો કોઈ રસ્તો ન હોવાથી બાન્ટાઈ કેનલમાં પડું છું તેવો ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

આ ઘટનામાં બેચરાજી પોલીસે ગુનોદાખલ કરીને તપાસ આરંભી મુળ ગોકળગઢના અને હાલ વિસનગરમાં રહેતા પ્રદીપ સાલુભાઈ ચૌધરીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મેળવવા મહેસાણા સેસન્સ કોર્ટમાં અરજી કરતાં સરકારી વકીલ પરેશ કે. દલીલોને ગ્રાહ્ય રાખીને ઓડી. સેસન્સ જજ એમ.ડી. પાન્ડેએ આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા

પોતાના સગાસંબંધીઓના ફસાયેલા પૈસા પરત અપાવી ના શકાતાં માનસિક ત્રાસનો ભોગ બનેલી મહેસાણાની ગર્ભવતી મહિલાએ કંટાળીને નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. આ કેસમાં ઝડપાયેલા આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

Read Also

The post મોટી સફળતા / પોન્ઝી સ્કિમના કૌભાંડી દિક્ષિત મિસ્ત્રીની મુંબઈ એરપોર્ટથી ધરપકડ, દુબઈ જવાની ફિરાકમાં હતો સ્કેમર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next