Advertisement

VIBRANT GUJARAT 2019 : દેશ વિદેશના મહાનુભવોએ સંબોધન આપી વાઈબ્રન્ટ સમિટનું કર્યું અનાવરણ

04:23 PM Jan 18, 2019 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ગાંધીનગરમાં નવમી વાઈબ્રન્ટ સમિટની દબદબાભેર શરૂઆત થઈ છે. પીએમ મોદી અને 115 દેશોના ડેલિગેટ્સની હાજરીમાં શરૂ થયેલી આ સમિટમાં વિશ્વના જાણીતા બિઝનેસ ટાયકૂનો ઉપસ્થિત રહ્યા. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 15 કંટ્રી પાર્ટનરના પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં ઉદ્ધાટન પ્રસંગે હાજરી આપી. મહાનુભાવોએ તેમના વ્યક્તવ્યમાં ગુજરાતમાં રોકાણની તકો અને પોતે કરેલા ઈન્વેસ્ટમેન્ટ વિશે માહિતી આપી. આ વખતે વાઈબ્રન્ટમાં પ્રથમ વખત આફ્રિકા દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આફ્રિકાથી આવેલા બેન્ડની ટીમે મહાત્મા મંદિરમાં ખાસ સુરાવલી રેલાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સતત ત્રણ દિવસ સુધી સરકારના વિવિધ વિભાગો ગુજરાતમાં રોકાણ કરવા માંગતા ઉદ્યોગકારો સાથે લાખો કરોડો રૂપિયાના એમઓયુ કરશે. મહાત્મા મંદિર વીવીઆઈપી ગેસ્ટથી ભરચક હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકો માટે આ વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે.

બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલાનું સંબોધન

વાયબ્રન્ટ સમિટમાં આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલાએ સંબોધન કરીને કહ્યું કે આદિત્ય બિરલા ગ્રૂપ ગુજરાતમાં આગામી 3 વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં 15 હજાર કરોડનું રોકાણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતનો ઉત્પાદન દર ચીનની સમકક્ષ છે.

વિજય રૂપાણીએ અંગ્રેજીમાં કર્યું સંબોધન

Advertisement

વાયબ્રન્ટ ગુજરાતના પ્રારંભ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત સંબોધન કર્યું. તેમણે અંગ્રેજીમાં સંબોધન કરીને દેશ-વિદેશના મહેમાનો સંબોધ્યા. સીએમ રૂપાણીએ આ વખતની વાયબ્રન્ટ સમિટને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું કહીને જ કે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાતથી નવા ભારતની શરૂઆત થશે. તેમણે એમ પણ કહ્યું કે ઉબ્ઝેકિસ્તાન સાથે ગુજરાતના સારા સંબંધો છે. માલ્ટા, ઓસ્ટ્રેલિયાને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ અપાયું છે.

અદાણી ગ્રૂપે ગુજરાતમાં કરી વધુ 55 હજાર કરોડના રોકાણની જાહેરાત

વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રૂપે ગુજરાતમાં વધુ 55 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ કહ્યું છે કે આ રોકાણથી 50 હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે. ગૌતમ અદાણીએ કચ્છમાં હાઈબ્રીડ સોલાર પાર્ક સ્પાથવા ઉપરાંત મુંદ્રા અને લખપતમાં પણ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે ગૌતમ અદાણીએ પીએમ મોદીના કાર્યોના મ્હોં ફાટ વખાણ કર્યા હતા.

મહાનુભવોએ સંબોધન આપી કરી આ જાહેરાત

તો વાઈબ્રન્ટ સમિટમાં ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ગુજરાતમાં કંપનીએ કરેલા ઈન્વેસ્ટમેન્ટ અને આગામી સમયમાં થનારા ઈન્વેસ્ટમેન્ટ અંગે માહિતી આપી. ટોરેન્ટ ગ્રુપે વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન 10 હજાર કરોડ રૂપિયાનું ગુજરાતમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી છે. સુધીર મહેતાએ પાવર, ગેસ અને રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી દર્શાવી છે.

પાંચ દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ થયા સામેલ

વાઈબ્રન્ટ સમિટમાં પાંચ દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ સામેલ થયા. ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપ્રમુખો સાથે મુલાકાત કરી હતી. તેઓએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત કરી હતી.

ગુજરાત ઘણું મહત્વનું રાજ્ય

વાયબ્રન્ટ સમિટમાં ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે સંબોધન કરીને કહ્યું કે ગુજરાત ઘણું મહત્વનું રાજ્ય છે. વાયબ્રન્ટ આવનારા દાયકાઓ સુધી વિકાસને પ્રોત્સાહન આપતું રહેશે.

વાયબ્રાન્ટ કાર્યક્રમને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના મહેમાનોનું આગમન થયું છે. અમદાવાદમાં રોકાણ કરેલા મહેમાનો ગાંધીનગર પહોંચે તેમના માટે તંત્ર દ્વારા વિશેષ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે છે. મહેમાનોની અવરજવરના કારણે એસજી હાઇવે પર સવારના તથા સાંજના પીકઅપ સમયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. બે દિવસથી મોટા ભાગના ચારરસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગે છે અને લોકોને કામ ધંધે તેમજ પોતાના સ્થળે પહોંચવા માટે તકલીફ પડી રહી છે. પોલિસ પોતાના યથાયોગ્ય પ્રયત્નો કરી છે છતાં મહેમાનો સહિતલોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે

.

પીએમ નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનાં મંચ પર પહોંચી ગયા છે તેઓ હવે થોડીક જ ક્ષણોમાં સમિટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મંચ પર હાજર છે.

થોડીક જ ક્ષણોમાં વાયબ્રન્ટ સમિટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મોટા ભાગના મહાનુભાવો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. રાજ્યના રાજ્યપાલ એપી કોહલી પણ સમિટમાં પહોંચી ગયા છે. મુખ્યમંચ પર ગૌતમ અદાણી પણ પહોંચી ગયા છે.

વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના વિવિધ ડેલીગેશનને ભાગ લીધો છે. રિલાસન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ પણ મહાત્મા મંદિર આવી પહોંચ્યા. તેમની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી પણ હાજર રહ્યા.

હાલમાં પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મહાત્મા મંદિર પહોંચી ગયો છે. જ્યાં પીએમ મોદી ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ કરશે. આજે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનું લોકાર્પણ કરશે.

ગાંધી નગર ખાતે વિવિધ દેશના પ્રતિનિધિ મંડળનું ગુજરાતમાં આગમન થઇ રહ્યું છે. માલ્ટાના પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમા ભાગ લેવા ગુજરાતમાં પહોંચી ગયા છે. ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રી પણ ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. ચેક રીપબ્લીક દેશના પ્રધાનમંત્રીનુ પણ ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. એરપોર્ટ ખાતે મંત્રીઓએ કર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશથી આવનારા ડેલિગેટ્સ, આમંત્રિતોના ભોજનથી લઈને રહેવા અને ફરવામાં કોઈ કચાશ ન રહે તેના માટે ગુજરાત સરકારે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. મહાત્મા મંદિરમાં વીવીઆઈપીના ભોજન માટે ઈન્ટરનેશનલ ફાઈવ સ્ટાર હોટેલ્સને ઓર્ડર અપાયો છે. પહેલા દિવસે બપોરે ગુજરાત સરકારે લંચનું આયોજન કર્યુ છે જેમાં ડેલિગેટ્સને સુરતી ઊંધિયાના જમણ પિરસાશે. જ્યારે રાત્રે વડાપ્રધાન કાર્યાલય તરફથી આયોજીત ડિનરમાં રજવાડી ખિચડી સહિતના વ્યજંનોનો આર્ડર આપવામાં આવ્યો છે. વીવીઆઈપી માટેના ડિનર માટે ભોજન પિરસનાર હોટેલ્સ એક પ્લેટ પેટે રૂ.4,000નો ચાર્જ વસૂલશે. તે સિવાય વિવિધ ઓર્ગોનાઈઝેશન તરફથી વિદેશી ડેલિગેટ્સ માટે નોનવેજ અને લિકરની ફેસેલિટી સ્ટાર હોટેલ્સમાં જ કરાઈ છે.

Read Also

The post VIBRANT GUJARAT 2019 : દેશ વિદેશના મહાનુભવોએ સંબોધન આપી વાઈબ્રન્ટ સમિટનું કર્યું અનાવરણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next