Advertisement

100 Cr Vaccination: PM મોદીએ ટ્વિટર પર બદલ્યું પોતાનું DP, મોબાઈલ ફોન પર કોલર ટ્યૂન બદલાઈ, સરકાર ખુશખુશાલ

11:11 AM Oct 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે દેશના નામે સંબોધન કરતા પહેલા ટ્વિટર અકાઉન્ટ પર ડીપી બદલી નાખ્યું છે. નવા ડીપી ઈમેજમાં પીએમ મોદીએ 100 કરોડ વેક્સિનેશનનો રેકોર્ડ દર્શાવ્યો છે. ડીપીમાં 100 કરોડ રસીકરણનો આંકડો ટચ કરતા દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. એક દિવસ પહેલા જ દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અત્યાર સુધીમાં આપવામાં આવેલા ડોઝની સંખ્યા 100 કરોડને પાર પહોંચી ગઈ હતી.

કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 10મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન 21મી ઓક્ટોબર, 2021ના રોજ ભારતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો તેને લઈ શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને આ ઉપલબ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગી છે માટે આ સફળતા ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની સફળતા છે તેમ કહ્યું હતું. સાથે જ 100 કરોડ વેક્સિન ડોઝ એ એક આંકડો નહીં પણ નવા અધ્યાયની શરૂઆત છે તેમ કહ્યું હતું.  

સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ વિજ્ઞાનના ખોળામાં જન્મ્યો છે, વૈજ્ઞાનિક આધારો પર વિકસ્યો છે અને વૈજ્ઞાનિક રીતે ચારેય દિશાઓમાં પહોંચ્યો છે. સાથે જ ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ સાયન્સ બોર્ન, સાયન્સ ડ્રિવન અને સાયન્સ બેઝ્ડ છે તે દેશવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે તેમ કહ્યું હતું. 

યુદ્ધ દરમિયાન હથિયાર ન ફેંકી દેવાય

વડાપ્રધાને તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને કોરોના સુરક્ષાને લઈ સતર્ક કર્યા હતા અને તહેવારો દરમિયાન સાવધાન રહેવા માટે કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા ઉત્તમ હોય, આધુનિક હોય, સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટી આપતા હોય પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી હથિયાર ફેંકી ન દેવાય. તહેવારો દરમિયાન સતર્ક રહો, માસ્કને આદત બનાવી લો. 

વોકલ ફોર લોકલ પર જોર

Advertisement

ભારતના અર્થતંત્ર અંગે વિશ્વાસ દર્શાવતા વડાપ્રધાને કહ્યું કે, નિષ્ણાંતો અને દેશ વિદેશની અનેક એજન્સી ભારતીય અર્થતંત્રને લઈ ખૂબ જ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં માત્ર રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ જ નથી આવી રહ્યું પરંતુ યુવાનો માટે રોજગારીના નવા અવસરો પણ બની રહ્યા છે. જે રીતે સ્વચ્છ ભારત અભિયાન એક જનઆંદોલન છે એવી જ રીતે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવા, વોકલ ફોર લોકલ બનવું તેને વ્યવહારમાં લાવવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક નાનામાં નાની વસ્તુ જે મેડ ઈન ઈન્ડિયા હોય, જેને બનાવવા પાછળ કોઈ ભારતવાસીનો પરસેવો વહ્યો હોય તેને ખરીદવા માટે જોર આપવું જોઈએ. 

READ ALSO

The post 100 Cr Vaccination: PM મોદીએ ટ્વિટર પર બદલ્યું પોતાનું DP, મોબાઈલ ફોન પર કોલર ટ્યૂન બદલાઈ, સરકાર ખુશખુશાલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next