Advertisement

ઇતિહાસ રચાશે / સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે PM નરેન્દ્ર મોદી, આઝાદી પછી આમ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન

04:20 PM Aug 01, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. દેશની આઝાદી પછી પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને રવિવારે આ જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે આજે એટલે 1લી ઓગસ્ટથી ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન સંભાળી છે. આ દરમિયાન ભારત ત્રણ પ્રમુખ ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિ રક્ષણ અને આતંકવાદને રોકવા સંબંધિત વિશેષ કાર્યક્રમો યોજવા તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન મુજબ 9 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 75 વર્ષમાં આ પ્રથમ અવસર છે, જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના 15 સભ્યોની સંસ્થાના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે, જેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી એ સાબિત થાય છે કે આપણા લીડર હવે ફ્રન્ટથી લીડ કરવા માંગે છે.

સૈયદ અકબરુદ્દીનની ટ્વીટ

ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા વડાપ્રધાન, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા સહિત ભારતના ટોચના અધિકારી કરશે. સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે આ UNSC પર આપણી આઠમી ટર્મ છે, તો પણ 75 વર્ષોમાં પ્રથમ વખત છે, જ્યારે આપણા રાજકીય નેતૃત્વએ સુરક્ષા પરિષદના કાર્યક્રમની અધ્યક્ષતામાં રસ દાખવ્યો છે.

સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2021થી શરૂ થયો. ઓગસ્ટની અધ્યક્ષતા સુરક્ષા પરિષદના બિન સ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યકાળ માટે ભારતની પ્રથમ અધ્યક્ષતા હશે. ભારત તેના બે વર્ષના કાર્યકાળના છેલ્લા મહિનામાં એટલે કે આવતા વર્ષે ડિસેમ્બરમાં ફરી કાઉન્સિલની અધ્યક્ષતા કરશે. પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત ત્રણ વ્યાપક ક્ષેત્રોમાં ત્રણ ઉચ્ચ-સ્તરના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરશે- સમુદ્રી સુરક્ષા, શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી.

Read Also

Advertisement

The post ઇતિહાસ રચાશે / સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે PM નરેન્દ્ર મોદી, આઝાદી પછી આમ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next