Advertisement

યાદગાર સંભારણા: બનાસકાંઠાના આ વ્યક્તિ પાસે છે પીએમ મોદી સાથે જોડાયેલા અખૂટ સંસ્મરણો, જૂની વાતોનો પટારો ખોલ્યો

10:38 AM Sep 17, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જોડાણ સરહદી માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલુ છે. તેમના ધર્મપત્ની જશોદાબેન પણ બનાસકાંઠાના રજોસણ ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા તો ડીસામાં હજુ પણ એવા લોકો છે કે એક સમયે પ્રધાનમંત્રીએ સાથે એકદમ સાદગીથી પક્ષને મજબૂત બનાવવા માટે કમર કસી છે. તો આજે આપણે એવા જ એક વ્યક્તિને મળીશું કે જેને આજથી બરાબર પચાસ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પક્ષને મજબૂત બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાને ખૂંદયો હતો.

શ્રવણભાઈ કેલા આમ તો મારવાડી વૈષ્ણવ સમુદાયના શ્રવણભાઈ સિંધ પ્રાંતના છે. પરંતુ આઝાદી બાદ ભારત પાકિસ્તાનનાં ભાગલા પડતાં તેમનો આખો સમુદાય રાજસ્થાનના બાડમેર આવીને વસ્યો.જ્યારે શ્રવણભાઈના પિતા બાડમેરથી ડીસા આવીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરને પોતાની કર્મ ભૂમિ બનાવી.શ્રવણભાઈ કેલાએ અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને અત્યારે તેમની ઉંમર ૭૦ વર્ષની છે.

૭૦ વર્ષીય શ્રવણભાઈ કેલાની વાત કરવામાં આવે તો શ્રવણભાઈ કેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકનો ઘરોબો ધરાવે છે. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો શ્રવણભાઈ કેલાની પ્રથમવાર ૧૯૭૧માં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી બન્યા હતા અને નરેન્દ્ર મોદીને બનાસકાંઠા જિલ્લાનો ભાર ખાસ સોંપવામાં આવ્યો હતો.

જેથી તે સમય નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર આવતા હતા. નરેન્દ્ર મોદી બનાસકાંઠા જીલ્લામાં આવે ત્યારે તેમની સાથે શ્રવણભાઈ કેલા તેમના સ્કૂટર અને સાઇકલ પર લઈને કાર્યકરોને મળવા અને બેઠકો કરવા પહોંચતા હતા. પચાસ વર્ષ પહેલાની આ ઘટનાને આજે પણ શ્રવણભાઈ કેલા એકજેવી યાદ છે. નરેન્દ્ર મોદી સાથે કરેલી સંગઠનની કામગીરી અંગેના અનુભવો જાણવા અમારી ટિમ શ્રવણભાઈ કેલા પાસે પહોંચી ત્યારે શ્રવણભાઈ કેલાએ નરેન્દ્ર મોદી સાથે વિતાવેલા સમયની યાદોને કેમેરા સામે વર્ણવી હતી.

Advertisement

આજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થઈ ચૂક્યા છે, તેમણે સામાન્ય લોકોને મળવું હવે પહેલા જેટલું સરળ પણ નથી. ત્યારે શ્રવણભાઈ કેલા તેમની ભૂતકાળની યાદોને બ્લેક એન્ડ વાઇટ તસવીરોમાં જોઈને યાદ કરી રહ્યા છે.

READ ALSO

The post યાદગાર સંભારણા: બનાસકાંઠાના આ વ્યક્તિ પાસે છે પીએમ મોદી સાથે જોડાયેલા અખૂટ સંસ્મરણો, જૂની વાતોનો પટારો ખોલ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next