Advertisement

પીએમ મોદીના 59 વિદેશ પ્રવાસોએ બદલી નાખી ભારતની વિદેશનીતિ, વિશ્વમાં વાગ્યો ભારતનો ડંકો

09:37 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ અત્યાર સુધીમાં દુનિયાના અનેક દેશનો પ્રવાસ કર્યો છે. પરંતુ પીએમ મોદીના આ વિદેશ પ્રવાસ પર કોરોનાને કારણે બ્રેક લાગી. જોકે, પીએમ મોદીના વિદેશ પ્રવાસના કારણે ભારતની વિદેશ નીતિ પણ મજબુત થઈ છે. ત્યારે પીએમ મોદીએ અત્યાર સુધી કેટલાક દેશનો વિદેશ પ્રવાસ કર્યો તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ.

પીએમ મોદી પોતાના પહેલા અને બીજા કાર્યકાળ દરમ્યાન 59 વખત વિદેશ પ્રવાસે ગયા છે. પીએમઓની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડા પ્રમાણે પીએમ મોદીએ 2019માં 11 વિદેશ પ્રવાસ કર્યા. અને 35 દિવસ સુધી વિદેશમાં રોકાયા હતા. પરંતુ 2020નું વર્ષ એવું રહ્યુ કે, પીએમ મોદીએ કોરોનાની મહામારીના કારણે એકપણ દેશનો વિદેશ પ્રવાસ કર્યો નથી.

પીએમ મોદીના વિદેશ પ્રવાસની જો વાત કરવામાં આવે તો તેમણે 2014માં સાત વિદેશ પ્રવાસ દરમ્યાન 9 દેશની મુલાકાત લીધી અને 34 દિવસ પીએમ મોદી વિદેશ રહ્યા. 2015માં પીએમ મોદીએ 12 વિદેશ પ્રવાસ દરમ્યાન 28 દેશની મુલાકાત લીધી અને 54 દિવસ વિદેશમાં રહ્યા. 2016માં પીએમ મોદીએ 8 વિદેશ પ્રવાસ કરી 18 દેશની મુલાકાત લીધી અને 29 દિવસ વિદેશની ધરતી પર રહ્યા. 2017માં પીએમ મોદીએ સાત વિદેશ પ્રવાસ દરમ્યાન 14 દેશની મુલાકાત કરી અને 27 દિવસ સુધી વિદેશ રહ્યા. 2018માં પીએમ મોદી 14 વખત વિદેશ પ્રવાસે ગયા અને 23 દેશની મુલાકાત લઈ તેઓ 47 દિવસ સુધી વિદેશ રહ્યા હતા. 2019માં પીએમ મોદી 11 વિદેશ પ્રવાસે ગયા અને 14 દેશની મુલાકાત દરમ્યાન 35 દિવસ સુધી વિદેશ રહ્યા. 2020માં કોરોનાની મહામારીના કારણે પીએમ મોદીએ એકપણ દેશની મુલાકાત લીધી નથી. 2021માં પીએમ મોદીએ એક દેશની મુલાકાત લીધી અને બે દિવસ સુધી રોકાણ કર્યુ હતુ.

પીએમ મોદીએ પહેલા કાર્યકાળ દરમ્યાન 49 વિદેશ પ્રવાસ કર્યા. અને 93 દેશની મુલાકાત દરમ્યાન પીએમ મોદીએ 196 દિવસ વિદેશની ધરતી પર રોકાણ કર્યુ. તો બીજા કાર્યકાળ દરમ્યાન પીએમ મોદીએ 11 વિદેશ પ્રવાસ દરમ્યાન 14 દેશની મુલાકાત લીધી અને 35 દિવસ સુધી રોકાણ કર્યુ.

Advertisement

પીએમ મોદી 27 નવેમ્બર, 2014થી 10 માર્ચ 2015 દરમ્યાન વિદેશ પ્રવાસે ગયા નથી. આ 103 દિવસ દરમ્યાન તેમણે ઝારખંડ, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે પ્રચાર કર્યો. અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોની મુલાકાત કરી. 25 ડિસેમ્બર, 2015થી 30 માર્ચ 2016 સુધી 97 દિવસ દરમ્યાન પીએમ મોદીએ અસમ, પશ્વિમ બંગાળ, કેરળઅને તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કર્યો. 12 નવેમ્બર, 2016થી 11 મે, 2017ના 181 દિવસ દરમ્યાન પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવમાં ચૂંટણી પ્રચાર કર્યો. જે રાજ્યમાં ચૂંટણી હતી તે રાજ્યની 38 વખત પીએમ મોદીએ મુલાકાત લીધી. 22 ફેબ્રુઆરી, 2019થી 24 સપ્ટેમ્બર, 2021 દરમ્યાન પીએમ મોદીએ કોરોનાની મહામારીના કારણે કોઈપણ દેશનો વિદેશ પ્રવાસ કર્યો નથી.

કોરોનાની મહામારી પહેલા ચાર વખત પીએમ મોદી સતત ત્રણ મહિના સુધી વિદેશ પ્રવાસ કર્યો નથી. તેમા સૌથી લાંબો સમયગાળો નવેમ્બર, 2016થી મે, 2017નો રહ્યો. આ સમયગાળા દરમ્યાન ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી હતી. જેથી પીએમ મોદીએ 27 વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પીએમ મોદીના 59 વિદેશ પ્રવાસોએ બદલી નાખી ભારતની વિદેશનીતિ, વિશ્વમાં વાગ્યો ભારતનો ડંકો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next