Advertisement

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

09:16 PM Sep 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે સુરતમા પત્રકાર પરિષદ યોજી હતી. જે પહેલા તેઓએ સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી. આ સાથે સત્તા પરિવર્તન અંગે પિયૂષ ગોયેલે કહ્યું કે ભાજપ કેડર બેજ પાર્ટી છે બધાને અવસર મળે છે. આ સાથે ગોયેલે રૂપાણી સરકારે સારું કામ કર્યું હોવાની વાત કરી.તેમજ ઉદ્યોગો હવે પ્રગતિ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ હાલની જરૂરિયાતો તથા આગામી સમયમાં વ્યાપાર- ઉદ્યોગ નવી ઉચાઈઓ સર કરવા અંગેના જરૂરી સુચનો કર્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્યોગકારોને ઈન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો હશે તો તેનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે. ઉદ્યોગકારોએ એન્ટીડમ્પીંગના પ્રશ્નો, ઉમરગામમાં રેલ્વેની સુવિધા ઉપલબ્ધ કરાવવા, નેટ ફેબ્રીકસનો વિકાસ વધારવા, ફોરેન ટ્રેડ પોલીસી, એકસપોર્ટ મિત્રાની સ્થાપના, પ્લાસ્ટીક પાર્ક બનાવવા, એપેરલ પાર્ક સહિતના પ્રશ્નો અંગે કેન્દ્રીયમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next