Advertisement

અગત્યનું / દુશ્મનોને જવાબ દેવા માટે તૈનાત થઇ ગયા છે પિનાકા અને સ્મર્ચ રોકેટ લોન્ચર્સ, જાણો સરહદ પર શું રહેશે ભારતની રણનીતિ…?

04:44 PM Oct 22, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

LAC મા ભારતે ફક્ત પોતાની દેખરેખ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ વધારો કર્યો નથી પરંતુ, તેના રોકેટ ફોર્સીસ પર પણ ખુબ જ ઝડપથી કામ કર્યું છે. ભારતે અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ પર પિનાકા અને સ્મર્ચ રોકેટ લોન્ચર્સ તૈનાત કર્યા છે જેને આવનાર સમયમા એલએસી પર તૈનાત કરી શકાય છે.

પિનાકા એ સ્વદેશી રોકેટ લોન્ચર છે જ્યારે સ્મર્ચ એ રશિયા પાસેથી લેવામા આવ્યુ છે. પિનાકાની એક જ બેટરીમા 6 ફાયરિંગ યુનિટ એટલે કે લોન્ચર હોય છે અને એક લોન્ચરમા 12 જેટલી ટ્યુબ હોય છ એટલે કે એક જ બેટરીમા ટોટલ 72 રોકેટ હોય છે અને ફક્ત 44 સેકંડના સમયમા જ આ બધા રોકેટ લોન્ચ થઇ જાય છે. લોન્ચિંગ થયાના થોડા સમયમા જ લોન્ચર પોતાનુ લોકેશન બદલે છે અને ફરી તેમા ટ્યુબ્સ લોન્ચ થવા માટે રેડી થઇ જાય છે. પિનાકાની મારક ક્ષમતા 38 કિલોમીટર છે અને એક બેટરી લોન્ચ થતા જ તે શત્રુઓના આસપાસના 800 મીટર વિસ્તારને તહાસ-મહાસ કરી નાખે છે.

Read Also

The post અગત્યનું / દુશ્મનોને જવાબ દેવા માટે તૈનાત થઇ ગયા છે પિનાકા અને સ્મર્ચ રોકેટ લોન્ચર્સ, જાણો સરહદ પર શું રહેશે ભારતની રણનીતિ…? appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next