Advertisement

ટ્રિક/ વરસાદમાં ફોન પલળી જાય તો ગભરાશો નહીં, બસ કરો આ નાનકડું કામ, તરત જ થઇ જશે ચાલુ

12:10 PM Jul 08, 2021 | Bansari |
Advertisement

GSTV

વરસાદની મોસમ આવી ગઈ છે. ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારે તમારી પોતાની સાથે તમારા સ્માર્ટફોનની સેફ્ટીનું પણ ધ્યાન રાખવુ પડશે. કેટલીકવાર સેફ્ટી રાખ્યા પછી પણ, ફોન ભીનો થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે. જો વરસાદમાં ભીનો થઈને તમારો ફોન પણ ખરાબ થઈ ગયો હોય, તો અમે તમને એવી ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી તમારા મોબાઇલને ઠીક કરી શકો છો.

તરત જ ફોન ઑફ કરો

જો સ્માર્ટફોન / ફોન પાણીમાં ભીનો થઈ જાય, તો તરત જ તેને સ્વીચ ઑફ કરો. જો ફોનની અંદર પાણી ગયું છે, તો પછી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. યાદ રાખો કે ફોનને ચેક કરવાનો પ્રયાસ ન કરો. કોઈપણ બટન દબાવીને પણ ચેક કરશો નહીં. સૌથી પહેલા ફોનને બંધ કરવો એ જ સમજદારી છે.

બેટરી કાઢી લો

જો ફોન પાણી અથવા વરસાદથી ભીંજાયેલો છે, તો તેમાંથી બેટરી કાઢી નાખો, આ ફોનમાં આવતો પાવર કટથઇ જશે. જો તમારા ફોનમાં નૉન-રિમૂવેબલ બેટરી છે, તો તમારે ફોન સીધો બંધ કરવો જોઈએ. નૉન- રિમૂવેબલ બેટરીવાળા ફોનમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધારે હોય છે.

પછી બાકીની એસેસરીઝ કાઢી નાખો

તે પછી તમે ફોનમાંથી ફોન કવર, સીમકાર્ડ, મેમરી કાર્ડ કાઢી નાખો. આ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થઈ જશે. બધી એસેસરીઝને કાઢ્યા પછી, તેમને ટીશ્યુ પેપર અથવા અખબારથી સાફ કરો. આ કરવાથી અંદરનો ભેજ દૂર થશે.

ફોનને ચોખામાં રાખો

Advertisement

ટિશ્યૂથી એસેસરીઝની સફાઈ કર્યા પછી, ફોનને ચોખાની વચ્ચે રાખવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચોખા ભેજને ઝડપથી શોષી લે છે. ચોખામાં બધી એસેસરીઝ દબાવીને તેને વાસણમાં રાખો. ફોનને ચોખામાં ઓછામાં ઓછા 24 કલાક રાખો.

સિલિકા જેલ પેક્સ ભેજને શોષી લે છે

ચોખા કરતાં સિલિકા જેલ વધુ સારો વિકલ્પ છે. સિલિકા જેલ પેકનો ઉપયોગ મોટે ભાગે જૂતાના બોક્સ, થર્મોસમાં થાય છે. સિલિકા જેલ પેક એટલા માટે રાખવામાં આવે છે જેથી તેમાં ભેજ ન આવે. તે ભેજને દૂર કરે છે. તમે તેમાં તમારો ભીનો ફોન પણ રાખી શકો છો. આમાં પણ તમારે ઓછામાં ઓછા 24 કલાક ફોન રાખવો પડશે.

ડ્રાયર અથવા હીટરથી દૂર રાખો

જો તમારો ફોન ભીનો છે, તો પછી તેને ડ્રાયર અથવા હીટરમાં મૂકશો નહીં. આ સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે. તેની સાથે ફોનને સૂકવવાનો પ્રયાસ ન કરવો તે વધુ સારું છે.

હેડફોન અને યુએસબીનો ઉપયોગ કરશો નહીં

જો ફોન ભીનો છે તો તેમાં હેડફોન અને યુએસબી બિલકુલ લગાવશો નહીં. આ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ફોન ચાલુ થાય. પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો તે પછી પણ ફોન ઠીક થઈ રહ્યો નથી, તો પછી તેને સર્વિસ સેન્ટરમાં બતાવો.

સાથે રાખો વોટરપ્રુફ પાઉચ

મોબાઇલ ફોનને બચાવવા માટે તમારી સાથે વૉટરપ્રુફ પાઉચ સાથે રાખી શકો છો. તે તમને કોઇ પણ ઓનલાઇન સાઇટ પર મળી જશે. તેની કિંમત પણ ફક્ત 99 રૂપિયાની આસપાસ હોય છે. આટલા રૂપિયા ખર્ચ કરીને તમે તમારો મોંઘોદાટ ફોન બચાવી શકો છો.

બ્લૂટૂથ હેડફોન્સ

જો તમારે વરસાદમાં ક્યાંક કોઇ જરૂરી કામ છે અને મોબાઇલની પણ જરૂર છે તો બ્લૂટૂથ હેડફોન્સનો ઉપયોગ કરી શકો છો. પછી તમે તમારો ફોન જાડા કપડાની વચ્ચે અથવા બેગમાં મુકી શકો છો અથવા તો ખિસ્સામાં સુરક્ષિત રીતે મુકી શકો છો. ફોન આવે તો તમે બ્લુટૂથથી રિસિવ કરી શકશો. ઘણા બ્લૂટૂથ હેડફોન્સ વૉટરપ્રૂફ આવે છે.

Read Also

The post ટ્રિક/ વરસાદમાં ફોન પલળી જાય તો ગભરાશો નહીં, બસ કરો આ નાનકડું કામ, તરત જ થઇ જશે ચાલુ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next