Advertisement

પેટ્રોલ ડીઝલના ભાવ જીએસટીમાં ન કરાયા સામેલ, જૂનાગઢમાં જનતાએ દર્શાવ્યો આક્રોશ

07:07 PM Sep 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં 45મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે તેવી આશા હતી. આ બેઠકમાં પેટ્રોલ ડીઝલના ભાવને જીએસટીમાં સામેલ કરવામાં આવશે તેની આશા સેવવામાં આવી રહી હતી. પરંતુ, તેવું કઈ થયું નહીં. જેને લીધે જનતામાં રોષની લાગણી ફેલાઈ છે.

તો, જૂનાગઢની જનતાએ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સામેલ નહીં કરવાના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢની જનતાએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે,પેટ્રોલ ડીઝલનો અસહ્ય ભાવ વધારો સામાન્ય લોકોની કમર તોડી રહ્યો છે.

લોકોને એક આશા બંધાઈ હતી કે જો પેટ્રોલ ડીઝલનો જીએસટીમાં સમાવેશ થાય તો તેના ભાવમાં થોડી રાહત મળશે.પરંતુ રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવાની મનાઈ કરી દેતા જૂનાગઢની જનતાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પેટ્રોલ ડીઝલના ભાવ જીએસટીમાં ન કરાયા સામેલ, જૂનાગઢમાં જનતાએ દર્શાવ્યો આક્રોશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next