Advertisement

જાત મહેનત ઝિંદાબાદ : સરકારની સહાયની રાહ જોયા વિના ગ્રામજનોએ બંધારો બાંધ્યો, જુઓ વીડિયો

08:55 PM Jun 08, 2018 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આ કહેવત તો તમે અનેક વખત સાંભળી હશે. પરંતુ ભાવનગરના મેથળા ગામના લોકોએ આ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. મેથળામાં બંધારો બંધાવવા માટે મેથળા તેમજ આસપાસના ગ્રામજનોએ સરકારને અનેક વખત રજૂઆત કરી. પરંતુ સરકારે કોઇ દાદ ન આપતા રાહ જોઇને થાકી ગયેલા ગ્રામજનોએ અપના હાથ જગન્નાથ ઉક્તિ મુજબ જાત મહેનતે જ બંધારો બાંધવાનું શરૂ કર્યું.

મેથળા બંધારા વિકાસ સમિતિ દ્વારા 25 માર્ચે ગ્રામજનો દ્વારા દરિયો રોકવાનું કામ શરૂ થયું હતું. 6 એપ્રિલથી બંધારો બાંધવાનું કામ વિધિવત શરૂ થયું. અને ફક્ત 45 થી 50 દિવસોમાં જ બંધારો બાંધવાનું કામ પૂર્ણ થયું છે. ગ્રામજનોની મહેનત આખરે રંગ લાવી અને પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઇ. બંધારાનું કામ પૂર્ણ થતાં જ ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

 

બંધારા બાંધવાની કામગીરીમાં સૌથી મહત્વની વાત તો એ છે કે સરકારે આ બંધારા માટે 90 કરોડનું બજેટ આંક્યું હતું. પરંતુ ગ્રામજનોએ ફાળો ઉઘરાવી ફક્ત 45 લાખ રૂપિયામાં બંધારો બાંધી આપ્યો છે. આ કામગીરીમાં 2000થી 2500 લોકો જોડાયા હતા. બંધારા માટે 4 જેસીબી અને 50 ટ્રેક્ટરનો ઉપયોગ કરાયો હતો. ગ્રામજનોએ બાંધેલા બંધારાની વિગતો જોઇએ તો. આ બંધારો 980 મીટર લાંબો છે. ઉપરથી 30 ફૂટ અને તળિયેથી 45 ફૂટ પહોળો પાળો બનાવાયો છે. બંધારાની ઉંચાઇ 6 મીટર કરતા વધારે છે. વરસાદી પાણીથી પાળો ધોવાય નહિં તે માટે પત્થરનો ઉપયોગ કરાયો છે. ઓવરફ્લો થયેલા પાણીના નિકાલ માટે 575 ફૂટ આરસીસીનું કામ કરાયું છે. અને તેનું લેવલ દરિયાઇ સપાટીથી 2 ફૂટ ઉંચું રાખવામાં આવ્યું છે.

Advertisement

જો એકતા હોય તો ગમે તેવું અશક્ય કામ પણ પૂર્ણ થઇ શકે તે મેથળાના ગ્રામજનોએ સાબિત કરી બતાવ્યું છે. ગ્રામજનો હવે મેથળામાં બંધારો બન્યો તેની ઉજવણી પણ કરશે. રવિવારે જાતપર ચામુંડા માતાના મંદિરે 35 ગામના ખેડૂતો. પશુપાલકો અને ખેતમજૂરોએ ઉજવણી માટે એકત્રિત થશે. અને તેઓ ઉજવણી કેમ ન કરે. આખરે તો ગ્રામજનોએ પોતાનો પરસેવો પાડીને પાણી માટે બંધારો બનાવ્યો છે.

The post જાત મહેનત ઝિંદાબાદ : સરકારની સહાયની રાહ જોયા વિના ગ્રામજનોએ બંધારો બાંધ્યો, જુઓ વીડિયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next