Advertisement

આબરૂની ધૂળધાણી: સો. મીડિયા પર લોકોએ ભાજપની ખૂબ ઠેકડી ઉડાવી, લોકોએ ધંધા નોકરી ગુમાવ્યા અને નેતાઓએ મંત્રીપદ

08:35 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

 ગુજરાતમાં મુખ્ય સહિત તમામ મંત્રીઓને એક સાથે બદલાવી નાંખ્યા મુદ્દે લોકો વાતચીતમાં,કોમેન્ટ્સમાં, સોશ્યલ મિડીયામાં રમૂજ, કટાક્ષો, મનોવ્યથા ઠાલવી રહ્યા છે. કેટલાક ઉદાહરણો.

* કોરોના કાળ બહુ નડયો, લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા અને નેતાઓએ મંત્રી પદ ગુમાવ્યા!

* એક પોસ્ટમાં રોષ ઠલવાયો- ઓક્સીજન,બેડ વગર તડપી તડપીને મૃત્યુ  પામેલા પિતૃઓ હવે નેતાઓને ભર ભાદરવે નડયા. (હાલ પિતૃમાસ ચાલી રહ્યો છે)

* ડિગ્રી વગરના,ભણતર વગરના નેતાઓને  ખાતા ન મળે એમાં અકળાય છે, અહીં તો બિચ્ચારા લાખો યુવાનો ઉંચી ડીગ્રી મેળવ્યા પછી નોકરી પણ મળતી નથી.

Advertisement

* બીજેપી બહુ હોશિયાર,સમજદાર છે, નો રિપીટ કરવાથી ફાયદો જ થાય તે જાણે છે, લોકોએ હવે  આ  સમજવાની જરૂર છે..!

* કોંગ્રેસ આટલા વર્ષોમાં ગુજરાતમાં પરિવર્તન કરી શકી નહીં, પણ ભાજપે એ પણ કરી બતાવ્યું!

* વિજયભાઈએ એ સત્ય સાબિત કરી આપ્યું- પાંચમની છઠ નથી જ થતી.(તા.11 સપ્ટેમ્બરે પાંચમ હતી)

* માત્ર મંત્રી પદ છોડવું પડયું તેથી દુ:ખી થનારા નેતાઓ હવે તો વિચારે- જેમણે નોકરી,ધંધા છોડવા પડયા એમને કેટલી પીડા થઈ હશે?

* કોઈએ મમરો મુક્યો- આ નિતીનભઈ દર વખતે રહી જાય છે તો જરા તપાસ કરોને ભાઈ, મુખ્યમંત્રી માટે ‘કદ’ તો ઓછુ નથી પડતુંને? 

* જેનો છોકરો ચોરી કરતા પકડાયો તે જ શિક્ષણમંત્રી-આ કટાક્ષ ભારે વાયરલ થયો છે.

* અમને તો એમ કે પંદર વર્ષ જુના વાહનો ભંગારમાં કાઢવાના છે.. મંત્રીઓની વાત હતી તે તો સમજાયું જ નહીં.

* હવે જુના મંત્રીઓ, મુખ્યમંત્રીના ફોટાઓ,બેનર્સવાળી વસ્તુઓ બદલાવવામાં કેટલી બજેટ જોગવાઈ થશે એ પણ જણાવજો

* અંતમાં એક કોમનમેનની કોમેન્ટ- મંત્રીઓ બદલાય કે મુખ્યમંત્રી, આપણા કેટલા ટકા ? પેટ્રોલ-ડીઝલ રૂ.50નું લિટર મળે, તેલ,ગેસ,દૂધ સસ્તા થાય, ટોલટેક્સ રદ થાય, ખાનગીકરણને બદલે સરકારી સાહસોનું  સંચાલન સુધારાય તો એ પરિવર્તનથી લોકોને લાભ… બાકી મંત્રી ફલાણો બને કે ઢીકણો, એમાં નેતાઓ અને એમના મામકાઓને લેવાદેવા.

READ ALSO

The post આબરૂની ધૂળધાણી: સો. મીડિયા પર લોકોએ ભાજપની ખૂબ ઠેકડી ઉડાવી, લોકોએ ધંધા નોકરી ગુમાવ્યા અને નેતાઓએ મંત્રીપદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next