Advertisement

મોટું નિવેદન / કોંગી નેતાનો મોટો દાવો: કોંગ્રેસમાં સામેલ થવા માંગે છે ભાજપના નેતા, લાંબી છે લિસ્ટ

05:28 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઇ જણાવ્યું કે તેમને ઘણા એવા BJP નેતાઓની યાદી મળી છે, જે કોંગ્રેસમાં સામેલ થવા માંગે છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી છે. સાથે જ કોંગ્રેસે સોમવારે બિહારમાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના સંદર્ભમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વડા લાલુ પ્રસાદના નિવેદન પર કોઈ પણ રીતે વળતો પ્રહાર કરવાનું ટાળ્યું અને માત્ર એટલું જ કહ્યું કે તેઓ લાલુ પ્રસાદનો આદર કરે છે અને જનતા પેટાચૂંટણીમાં નિર્ણય કરશે.

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે સાથી પક્ષો કોંગ્રેસને મહત્વ કેમ નથી આપી રહ્યા તો ખેરાએ જણાવ્યું કે ઘણા રાજ્યોમાં જુઓ, લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તે અંગે અમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પરંતુ ક્યાંક કોઈએ કંઈક કહ્યું હોય તો પછી અમને પૂછવામાં આવે છે.

ગોવામાં આખે આખી AAP કોંગ્રેસ સામેલ થઈ ગઈ

તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપના નેતાઓની લાંબી યાદી છે જેઓ કોંગ્રેસમાં સામેલ થવા માંગે છે. ગોવામાં આખી આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ. આ અંગે કોઈ ચર્ચા નથી. ચૂંટણી પહેલા આવું રાજકારણમાં થાય છે. બંને બાજુથી ટ્રાફિક હોય છે.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ગોવામાં બેવડા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. કારણ કે અમને જમીન પર લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Read Also

Advertisement

The post મોટું નિવેદન / કોંગી નેતાનો મોટો દાવો: કોંગ્રેસમાં સામેલ થવા માંગે છે ભાજપના નેતા, લાંબી છે લિસ્ટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next