Advertisement

જૂનાગઢ: સોનાપુરી સ્મશાનમાં પરશુરામની પ્રતિમા હટાવી દેતા બ્રહ્મ સમાજ નારાજ થયો, અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું

04:53 PM Sep 04, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જૂનાગઢમાં સોનાપુરી સ્મશાન ખાતે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જો કે મહાનગરપાલિકાએ આ પ્રતિમા હટાવી લેવા નોટિસ આપતા બ્રહ્મ સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે. બ્રહ્મ સમાજના અગ્રણીઓ અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે.

બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જે અંગે મહાનગરપાલિકાએ આ પ્રતિમા હટાવી લેવા માટેની નોટિસ આપતા બ્રહ્મ સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે અને બ્રહ્મ સમાજના બે અગ્રણીઓએ અન્ન જળનો ત્યાગ કર્યો છે અને આંદોલન શરૂ કરતાં મહાનગર પાલિકાના શાસકોએ દોડધામ મચી ગઈ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકોએ આ સમગ્ર મામલે નિરાકરણ લાવવા માટે આંદોલન છાવણીની રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર બાબતે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણીઓની માગણી છે કે પરશુરામજીને પ્રતિમા નહીં હટાવવામાં આવે એવું લેખિત આપવામાં આવે છે.

આ અંગે મહાનગરપાલિકાના શાસકો દ્વારા કાયદાકીય અભિપ્રાય લેવાની હાલ તજવીજ શરૂ ચાલી રહી છે. સમગ્ર જિલ્લાભરમાંથી બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ આંદોલન છાવણીમાં પહોંચ્યા છે અને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પણ બ્રહ્મ સમાજના આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરી પોતે પણ ઉપવાસી છાવણીમાં બેસી ગયા છે.

Advertisement

READ ALSO

The post જૂનાગઢ: સોનાપુરી સ્મશાનમાં પરશુરામની પ્રતિમા હટાવી દેતા બ્રહ્મ સમાજ નારાજ થયો, અન્નજળનો ત્યાગ કરી આંદોલન શરૂ કર્યું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next