Advertisement

યુવતી સાથે કઢંગી હાલતમાં ભાજપ સાંસદ! પરબત પટેલની કથિત અશ્લિલ ક્લિપ વાયરલ થતાં રાજકીય જગતમાં ખળભળાટ

07:45 AM Aug 11, 2021 | Bansari |
Advertisement

GSTV

બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરબત પટેલ દ્વારા દાવો કરાયો છે કે તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકતા મઘાપટેલે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી હતી કે, ‘નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનીટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.

યુવતી સાથે કઢંગી હાલતમાં દેખાતા પુરૂષ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ હોવાની ચર્ચા

નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા’ આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, મંગળવારે મોડી રાત્રે જ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી.વિડીયોમાં દેખાતી આ કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચીતરવાનો ગંભીર આક્ષેપ કરાયો છે, જેની કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. આ કથિત ક્લિપ વર્ષ 2016માં પાલનપુરના સર્કિટ હાઉસની હોવાની ચર્ચાય છે. ગત સપ્તાહે આ વિડીયોના અશ્લિલ ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. જોકે, ‘GSTV’ આ કથિત અશ્લિલ ક્લિપ અંગે કોઇ પુષ્ટિ કરતું નથી.

વિડીયો વાયરલ થયા બાદ તે સોશિયલ મીડિયામાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો છે. શનિવારે ડીસાના બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે પરબત પટેલે પ્રામાણિક હોવાનું જણાવીને કહ્યું કે, ‘હું સ્પષ્ટતા કરૂં છું કે મેં કદી કશું ખોટું કર્યું નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરાવીશ.મેં મારા જીવનમાં ક્યારેય કોઇ ખરાબ કૃત્ય કર્યું નથી. ‘

Read Also

The post યુવતી સાથે કઢંગી હાલતમાં ભાજપ સાંસદ! પરબત પટેલની કથિત અશ્લિલ ક્લિપ વાયરલ થતાં રાજકીય જગતમાં ખળભળાટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next