Advertisement

પડદા પર સાડી પહેરી આંસુઓ સારતી પાખી એની લાઈફમાં છે ખૂબજ બોલ્ડ અંદાજની, એમ જ નથી આવ્યું તેના ઉપર વિરાટનું દિલ

05:19 PM Sep 03, 2021 | Harshad Patel |
Advertisement

GSTV

નાના પડદે ધૂમ મચાવી રહેલી ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ માં વિરાટ, પાખી અને સઈનો પ્રેમત્રિકોણ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ ત્રણેયના જીવનમાં આવેલા તોફાનને કારણે આ સીરિયલ ટીઆરપી મામલે ટોપ 5 માં ચાલી રહી છે. શોમાં પાખીનું પાત્ર ભજવી રહેલી ઐશ્વર્યાની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે. સીરિયલમાં સાડી પહેરીને આંસુ વહાવનાર પાખી વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ અંદાજની છે.

ઐશ્વર્યા શર્માએ પાખીનો રોલ ખૂબ જ સારી રીતે ભજવ્યો છે, જેના કારણે લોકોએ તેને એટલી બધી નાપસંદ કરવાનું શરૂ કરી દીધું છે કે હવે તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે. ઘણા લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ મૂર્ખ માનવા લાગ્યા છે. પરંતુ તેની દુનિયા રીલથી એકદમ અલગ છે. પાખીના પાત્રમાં એશ્વર્યા હંમેશા સાડી પહેરેલી જોવા મળી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે કોઈપણ પ્રકારની આઉટફીટ પહેરીને કંમ્ફર્ટેબલ રહે છે. ઐશ્વર્યાના ફોટા જોઈને તમને ખ્યાલ આવશે કે તે કેટલી બિન્દાસ છોકરી છે.

શોમાં વિરાટનો પડછાયો બનવા માગતી પાખી એટલે કે ઐશ્વર્યા શર્માઅસલ જિંદગીમાં વિરાટને પોતાની પાછળ દોડાવે છે. વિરાટ એટલે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે. અને અંદાજા મુજબ વર્ષના અંત સુધીમાં તે લગ્નના બંધનમાં બંધાઈ જશે.

ઐશ્વર્યા શર્મા ઉજ્જૈનની રહેવાસી છે. તેણે શર્મા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઐશ્વર્યા બાળપણથી અભિનેત્રી બનવા માંગતી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઐશ્વર્યા મુંબઈ આવી હતી. તેને પહેલો બ્રેક મળ્યો કલર્સ ટીવી શો ‘કોડ રેડ’માં. આ પછી તે વેબ સિરીઝ ‘માધુરી ટોકીઝ’માં પણ જોવા મળી હતી.

Advertisement

ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નીલ ભટ્ટ આઈપીએસ અધિકારી વિરાટ ચવ્હાણની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ઐશ્વર્યા શર્મા પત્રલેખા ઉર્ફે પાખીના રોલમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં આ બંનેની લવ સ્ટોરી સિરિયલમાં બતાવવામાં આવી હતી પરંતુ બાદમાં પાખીના લગ્ન વિરાટના મોટા ભાઈ સમ્રાટ સાથે થઈ જાય છે. હાલના એપિસોડમાં બતાવવામાં આવી રહ્યું છે કે સમ્રાટ પાખીના જીવનમાં પાછો ફર્યો છે. જે બાદ વિરાટે પાખીને સમ્રાટ સાથે નવું જીવન શરૂ કરવાની સલાહ આપી છે. આના પર પાખી હવે વિરાટનો બદલો લેવા સમ્રાટની નજીક જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post પડદા પર સાડી પહેરી આંસુઓ સારતી પાખી એની લાઈફમાં છે ખૂબજ બોલ્ડ અંદાજની, એમ જ નથી આવ્યું તેના ઉપર વિરાટનું દિલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next