Advertisement

પાતાલ લોક : અદભૂત વાર્તા, સુંદર એક્ટિંગ, નહીં જૂઓ તો પસ્તાશો

01:21 PM May 16, 2020 | Bansari |
Advertisement

GSTV

પાતાલ લોક આપણા જીવનના એવા હિસ્સા અંગેની વાત છે જે કોઈ જૂએ છે તો કોઈ જીવે છે પણ જાણે ચે બધાં જ લોકો, તમે વિચારશો કે આ પાતાલ લોક શું છે તો અમે તમને કહીએ …લોકડાઉનમાં આપણે બધાને ઓનલાઇન પર સમય પસાર કરવાની ઘણી તક મળે છે. આવામાં OTT પ્લેટફોર્મ પર ઘણું કન્ટેન્ટ છે. જોતાં જોતાં આપણી આંખ થાકી જાય. પણ જો કોઈ સારી ફિલ્મ કે વેબ સિરીઝ તમારા હાથે ચડી જાય તો સમયનો સદુપયોગ થઈ જાય છે.

આવામાં એક સરસ સિરીઝ આવી છે અનુષ્કા શર્મા લાવી છે. ના, તે અભિનય કરતી નથી પરંતુ અનુષ્કા તેની પ્રોડ્યુસર છે. આપણે પાતાલ લોકની વાત કરીએ છીએ. પાતાલ લોક આપણા જીવનના એવા હિસ્સા અંગેની વાત છે જે કોઈ જૂએ છે તો કોઈ જીવે છે પણ જાણે ચે બધાં જ લોકો, તમે વિચારશો કે આ પાતાલ લોક શું છે.

આ સિરીઝના એક મુખ્ય અદાકાર હાથી રામના મતે આ દુનિયા એક નથી પણ ત્રણ ત્રણ છે. જેમાં સ્વર્ગ લોક છે જ્યાં દેવતાઓ રહે છે, વચ્ચે ધરતી લોક છે જ્યાં આપણે રહીએ છીએ અને નીચે પાતાલ લોક છે જ્યાં કીડાઓ રહે છે. દિલ્હીના યમુના પુલ પાસેથી ચાર ગુનેગારોની ધરપકડ થાય છે જેમણે પત્રકાર અને ન્યૂઝ એંકર સંજીવ મહેરાની હત્યા કરી હોય છે તેમને ઇન્સ્પેક્ટર હાથી રામ ચોધરી (જયદીપ અહલાવત)ને સોંપવામાં આવે છે અને વાર્તા શરૂ થાય છે.

Read Also

The post પાતાલ લોક : અદભૂત વાર્તા, સુંદર એક્ટિંગ, નહીં જૂઓ તો પસ્તાશો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next