Advertisement

Paatal Lok :અનુષ્કા શર્માની વેબ સીરીઝનું ટ્રેલર રિલીઝ, કત્લેઆમ અને સસ્પેન્સથી ભરપૂર સ્ટોરી

03:31 PM May 05, 2020 | Bansari |
Advertisement

GSTV

પાતાલ લોકોમાં નીરજ કાબી, ગુલ પનાગ, જયદીપ અહલાવત, અભિષેક બેનર્જી લીડ રોલ નિભાવી રહ્યાં છે. આ ક્રાઇમ થ્રિલરનું ટ્રેલર રૂંવાડા ઉભા કરી દે તેવું છે. ટ્રેલરમાં ખૂબ જ લોહિયાળ જંગ અને સસ્પેન્સ જોવા મળે છે. આ વેબ સીરીઝમાં અમીર, મધ્યમ વર્ગ અને ગરીબોને અલગ અલગ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ધનાઢ્ય લોકો સ્વર્ગ લોક સાથે સંબંધ ધરાવે છે, મિડલ ક્લાસ ધરતી લોક અને જેટલા પણ ક્રિમિનલ્સ છે તેમને પાતાલ લોક સાથે જોડવામાં આવ્યાં છે. ટ્રેલરની શરૂઆત ચાર આરોપીઓની ધરપકડથી થાય છે. જેમણે એક જર્નાલિસ્ટને મારવાનો પ્રયાસ કર્યો હતો. પછીથી તેમની હિસ્ટ્રી તપાસવામાં આવે છે.

ટ્રેલરના કેટલાક સીન્સ એવા છે જે હચમચાવી દે તેવા છે. કેસની તપાસ આગળ વધે છે, પરંતુ ત્યારે પણ ક્રાઇમનો સિલસિલો ન અટકતાં સીબીઆઇ આ કેસ કોઇ અન્યને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લે છે. તે પછી શરૂ થાય છે અસલ કહાની. ઇન્ક્વાયરી કરી રહેલા પોલીસ અધિકારી કોઇપણ સ્થિતિમાં આ કેસનો ઉકેલ લાવવા માગે છે. તે પોતાના દમ પર આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં લાગી જાય છે. ટ્રેલર ઘણું ઇંટેંસ છે જે શરૂઆતથી લઇને અંત સુધી બાંધી રાખે છે.

આ ટ્રેલરના લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ઇન્સપેક્ટરના રોલ નિભાવી રહેલા જયદીપ અહલાવતને લીડ રોલમાં જોઇને ફેન્સ ઉત્સાહિત છે. વેબ સીરીઝ માટે કરવામાં આવેલી સ્ટાર કાસ્ટની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સ ટ્રેલર અને સ્ક્રીનપ્લેને વધુ ખતરનાક ગણાવી રહ્યાં છે. એક યુઝરે તો તેમ પણ કહી દીધું કે પાતાલ લોક હિટ જશે, તેની બીજી સીઝનની પણ તૈયારી કરી લો.  

Read Also

The post Paatal Lok :અનુષ્કા શર્માની વેબ સીરીઝનું ટ્રેલર રિલીઝ, કત્લેઆમ અને સસ્પેન્સથી ભરપૂર સ્ટોરી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next