Advertisement

ડરના માહોલને કારણે 35000 જેટલા કારોબારીઓ દેશ છોડીને પલાયન થઇ ગયા, બંગાળના નાણા મંત્રીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો

06:23 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે વર્ષ 2014થી 2020 સુધીના 6 વર્ષ દરમ્યાન અંદાજે 35000 કારોબારીઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું છેકે એવું લાગે છે કે ડરના માહોલને કારણે કારોબારીઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે. તેમણે પીએમ મોદી આ મામલે સંસદમાં શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે.

પશ્ચિમ બંગાળના નાણામંત્રીએ ટ્વિટ કરીને કહ્યું  છે કે ફરફ થનાર ઉદ્યોગપતિઓ હાઇનેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ (HNI) એટલે કે અમીર લોકો છે અને તે હવે પ્રવાસી ભારતીય બની ગયા છે.

શું કહ્યું મિત્રા એ?

મિત્રા એ ગુરુવારે તબક્કાવાર કરેલ અનેક ટ્વીટમાં આ વાત કરી છે. -‘દુનિયામાં પલાયનના મામલે ભારત નંબર એક સ્થાને છે, આખરે કેમ? ‘ડરનો માહોલ? પીએમે પોતાના શાસનમાં ઉદ્યોગપતિઓના મોટી સંખ્યામાં પલાયન મામલે સંસદમાં શ્વેતપત્ર જાહેર કરવો જોઈએ.

અમિત મિત્રાએ કહ્યું કે Morgan Stanley ના એક રિપોર્ટ મુજબ વર્ષ 2014થી 2018 દરમ્યાન લગભગ 23 હજાર હાઈ નેટવર્થ ઉદ્યોગપતિઓએ ભારત છોડ્યું છે. આ દુનિયામાં સૌથી ખરાબ સ્થિતિ છે. આ રીતે Global Wealth Migration રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં 7000 અને વર્ષ 2020માં 5000 કારોબારીઓએ ભારત છોડી દીધું છે.

પિયુષ ગોયલની કરી ટીકા

Advertisement

મિત્રાએ આ મામલે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પણ આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, ‘પિયુષ ગોયલનું તે 19 મિનિટનું ઝરઝરતું નિવેદન યાદ કરો જેમાં તેઓ ભારતીય કારોબાર જગતના દસ્તૂરને દેશહિતના વિરોધમાં ગણાવતા હતા. એટલે કે એક રીતે તેઓને રાષ્ટ્રવિરોધી ગણાવી રહ્યા હતા. આવા ડરના માહોલથી પલાયન વધે છે. તેમ છતાં પીએમ મોદીએ પિયુષ ગોયલને ફટકાર ન લગાવી. આખરે કેમ?

અમિત મિત્રા વાસ્તવમાં પિયુષ ગોયલના એ નિવેદન અંગે ચર્ચા કરી રહ્યા હતા જે તેમણે આ વર્ષે ઓગસ્ટમાં સીઆઈઆઈના એક કાર્યક્રમમાં આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ડરના માહોલને કારણે 35000 જેટલા કારોબારીઓ દેશ છોડીને પલાયન થઇ ગયા, બંગાળના નાણા મંત્રીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next