Advertisement

GSTV Impact / જૂનાગઢના વિકાસકાર્યો મુદ્દે રજૂ કર અસરદાર અહેવાલનો પડઘો, CMએ અધિકારીઓને આપ્યો આ આદેશ

03:46 PM Sep 10, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જૂનાગઢના વિકાસકાર્યો મુદ્દે GSTV એ રજૂ કરેલા અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ GSTV એ દર્શાવેલા સચોટ અહેવાલની નોંધ લઇ જૂનાગઢના વિકાસ કાર્યોની સમીક્ષા કરી છે. GSTV એ જૂનાગઢના વિવિધ વિકાસ કાર્યો ખોરંભે ચઢ્યાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે હવે GSTV ના અહેવાલ બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ જૂનાગઢના પદાધિકારીઓ અને કમિશનર સાથે વિકાસ કામ અંગે સમીક્ષા કરી છે.

CM એ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ કમિશનર પાસેથી વિકાસ કાર્યોનો અહેવાલ માંગ્યો છે. આ સાથે જ જૂનાગઢના વિકાસ માટે તમામ કામોની તાત્કાલિક અમલવારી શરૂ કરવાના આદેશ પણ આપ્યાં છે.

GSTV એ વિવિધ પ્રશ્નો મુદ્દે વિકાસ ઝંખતું જૂનાગઢ શિર્ષક હેઠળ એક પછી એક સચોટ અહેવાલ પ્રસારિત કર્યા હતાં

GSTV એ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન, ફાટકની સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે વિકાસ ઝંખતું જૂનાગઢ શિર્ષક હેઠળ એક પછી એક સચોટ અહેવાલ પ્રસારિત કર્યા હતાં. ત્યારે આ અહેવાલ બાદ ગાંધીનગરમાં મનપાના અધિકારીઓ અને સીએમ વચ્ચે જૂનાગઢ વિકાસ કાર્યોને લઇને ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મનપાના અધિકારીઓએ તળાવનું બ્યુટિફિકેશન અને ફાટકમુક્ત જૂનાગઢ માટેનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post GSTV Impact / જૂનાગઢના વિકાસકાર્યો મુદ્દે રજૂ કર અસરદાર અહેવાલનો પડઘો, CMએ અધિકારીઓને આપ્યો આ આદેશ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next