Advertisement

રાહત / કોરોના મહામારીમાં PM મોદીની આ સ્કીમથી 69 કરોડ લોકોએ લીધો લાભ, ઘરથી દૂર પણ મળી રહ્યુ છે ફ્રીમાં રાશન

06:28 PM Jun 12, 2021 | Zainul Ansari
Advertisement

GSTV

કોરોના વાઇરસના વર્તમાન સમયમાં ગરીબ વ્યક્તિઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળી રહ્યો છે. તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ યોજનાનો લાભ દિવાળી સુધી મળતો રહેશે. આ સ્કીમ દ્વારા 80 કરોડથી વધુ દેશવાસીઓને દર મહિને નક્કી માત્રામાં મફત અનાજ મળી રહ્યો છે. પરંતુ વર્ષ 2019માં થયેલા એક નિર્ણયના કારણે આ યોજનાનો વધુમાં વધુ લોકો ઉઠાવી રહ્યા છે.

હકીકતમાં સરકારે વન નેશન વન રાશન કાર્ડ યોજનાની શરૂઆત કરી હતી, જેનાથી કોઈ પણ વ્યક્તિ તેમના રાશન કાર્ડનો લાભ દેશના કોઇ પણ ભાગમાંથી લઇ શકે છે. તેનાથી જે લોકો ઘરેથી બહાર રહીને બીજા શહેરોમાં રહી રહ્યા છે, તે પણ રાશન કાર્ડ દ્વારા એ શહેરમાં લાભ લઇ શકે છે. પહેલા રાશન કાર્ડ દ્વારા અનાજ લેવા માટે રાશન કાર્ડનું એડ્રેસવાળા ડિલર પાસે જ જવાનું હોતુ હતુ, પરંતુ હવે કોઇ પણ તેનો લાભ લઇ શકે છે.

અત્યારે કેટલા લોકોને મળી રહ્યો છે લાભ?

ઉલ્લેખનીય છે કે અત્યારે 81 કરોડ લોકો રાશન કાર્ડ દ્વારા અનાજ લઇ રહ્યા છે, જેમા 3 કિલો ચાવલ, બે કિલો ઘઉ, 1 કિલો ચણાની દાળ અથવા બીજી દાળ સામેલ છે, જે રાજ્યોના હિસાબે બદલાય છે. NFSA હેઠળ કરોડો લોકોને આ સંકટના સમયે સહયોગ મળી રહ્યો છે.

પીટીઆઈના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું માનવું છે કે 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાના કારણે 63 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે, જે NFSA હેઠળ લાભાર્થી લોકોનો 89 ટકા હિસ્સો છે. એટલે કે આ સ્કીમ આવવાના કારણે 69 કરોડ લોકોને લાભ મળી રહ્યો છે.

કોઇ પણ જગ્યાએ લાભ લઇ શકાય છે

Advertisement

ખાસ વાત એ છે કે તેનો લાભ દેશમાં કોઇ પણ જગ્યાએ લઇ શકાય છે. તેનો લાભ માત્ર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જ નહીં, પરંતુ બીજા રાજ્યોમાં પણ તેનો લાભ લઇ શકાય છે. સાથે જ કોઈ પરિવાર વગર રહે છે, તો પણ તેનો અનાજનો લાભ મળશે.

Read Also

The post રાહત / કોરોના મહામારીમાં PM મોદીની આ સ્કીમથી 69 કરોડ લોકોએ લીધો લાભ, ઘરથી દૂર પણ મળી રહ્યુ છે ફ્રીમાં રાશન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next