Advertisement

નારાજગી/ પાટીલના સુરત સામે રૂપાણીનું રાજકોટ કટ ટું સાઈઝ, માત્ર એક મંત્રીને મળી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જવાબદારી

01:32 PM Sep 17, 2021 | Damini Patel |
Advertisement

GSTV

સૌરાષ્ટ્ર ઝોનમાં અગાઉ મંત્રીમંડળમાં ૧૦ ધારાસભ્યોને મુખ્યમંત્રી તથા મંત્રીનું પદ અપાયું હતું ત્યારે આજે પુનર્ગઠિત થયેલા મંત્રીમંડળમાં આ દસે દસનું મંત્રીપદ લઈને સૌરાષ્ટ્રમાંથી ૭ નવોદિતોને મંત્રી પદ અપાયું છે. નવા પ્રધાન મંડળમાં રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું છે. રાજકોટ જિલ્લામાં ગત ટર્મમાં મુખ્યમંત્રી રાજકોટના હતા જ્યારે બે કેબિનેટ મંત્રીઓ હતા જેની સામે એક જ રાજ્યકક્ષાના મંત્રી તરીકે અરવિંદ રૈયાણીને જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના નો રિપીટ થીયરીથી સૌરાષ્ટ્ર ભાજપના જુના જોગીઓને કટ્ટ ટુ સાઇઝ કરીને નવા નેતૃત્વને જવાબદારી સોંપવામાં આવી છે.

બે નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા

આ મંત્રીઓમાં બે નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. મોરબીના બ્રીજેશ મેરજા એક કડવા પટેલ છે. જેઓ સચિવાલયમાં જ અગાઉ નોકરી કરતા, પછી કોંગ્રેસમાં જોડાયા, બાદમાં ભાજપમાં, ફરી કોંગ્રેસમાં આવી ફરી ભાજપમાં જોડાયા હતા. આમ,પક્ષપલ્ટો વારંવાર કર્યો છે પરંતુ, મંત્રી પદે નવા છે. તો જામનગરના રાઘવજી પટેલ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને સિનિયર ધારાસભ્ય છે. ગત મંત્રી મંડળમાં રાજકોટ જિલ્લાના ફાળે એક મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી હતા જેની સામે નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણી એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.

આહીર સમાજ માંથી એક પણ મંત્રી નહિ

સૌરાષ્ટ્રના ૭ નવોદિત મંત્રીઓમાં ૩ લેઉઆ પટેલ, ૨ કોળી, ૧ કડવા પટેલ અને ૧ ક્ષત્રિય છે. જ્યારે અગાઉ ૨ આહિર સમાજમાંથી આવેલા મંત્રીઓ હતા જે હવે એક પણ નથી. ઉપરાંત જૈન, બ્રાહ્મણ સહિત સવર્ણ કે અનુ.જાતિમાંથી કોઈને મંત્રીપદ મળ્યું નથી. પરંતુ, જ્ઞાતિવાદની દ્રષ્ટિએ એકમાત્ર પાટીદારનું સંખ્યાબળ જ જળવાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુખ્યમંત્રી ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી કેન્દ્ર સરકારમાં બે કેબીનેટ મંત્રીઓ પણ પાટીદાર છે. મંત્રીમંડળમાં આજે જયેશ રાદડીયા સહિતના પડતા મુકાયેલા મંત્રીઓએ પક્ષે ઘણુ આપ્યું છે તેમ કહીને પોતે નારાજ નથી તેમ દર્શાવ્યું હતું.

Read Also

Advertisement

The post નારાજગી/ પાટીલના સુરત સામે રૂપાણીનું રાજકોટ કટ ટું સાઈઝ, માત્ર એક મંત્રીને મળી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જવાબદારી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next