Advertisement

Ola Electric Scooterની રાહ જોવી હવે થઇ ખતમ! આ મહિને થઇ શકે છે લોન્ચ, ફૂલ ચાર્જ પર ચાલેશે 150 KM

09:18 PM Jul 06, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની રાહ જોવાની પુરી થવા જઈ રહી છે. આ સ્કૂટરને લઇને ઘણો માહોલ બની ચુક્યો છે, તેના લુક અને ફીચર્સ વિશે બજારમાં પહેલાથી જ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે ઓલા ગ્રુપના સીઇઓએ ઇલેક્ટ્રિક સ્કૂટરનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો ત્યારે એવી અટકળો થઈ રહી છે કે સ્કૂટર ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આ મહિનામાં લોન્ચ થઈ શકે છે

સમાચાર આવી રહ્યા છે કે આ સ્કૂટર આવતા કેટલાક અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આવતા થોડા અઠવાડિયામાં અથવા તો આ મહિનામાં પણ લોન્ચ થઈ શકે છે. જો કે આ અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઓલા ગ્રુપના સીઈઓ જાતે જ રાઇડ લીધી હતી

ભાવિશ અગ્રવાલે આ સ્કૂટર પર સવાર થઈને એક વીડિયો પોતે પોસ્ટ કર્યો હતો. 56-સેકન્ડના આ વીડિયોમાં, ભાવિશ અગ્રવાલે ખુદ ઓલા બ્રાન્ડના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી પડદો ઉઠાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આને લગતી વિગતો બહાર આવી રહી હતી. અગ્રવાલ પોતે પણ આ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઇવ લેતા જોવા મળે છે. આ વીડિયોમાં ઓલા સ્કૂટરની સુવિધાઓ પણ કહેવામાં આવી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઓલા દાવો કરે છે

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર Etergo Appscooter પર આધારિત હશે, અને તેની મોટાભાગની ડિઝાઇન તેના પર હશે. ઓલાએ ગયા વર્ષે મેમાં નેધરલેન્ડ્સના Etergo BV નું અધિગ્રહણ કરી લીધું હતું અને ઓલા ઇલેક્ટ્રિક નામથી તેનું પોતાનું એક ઇલેક્ટ્રિક વાહન (ઇ.વી.) મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવ્યું હતું. જોકે ઓલાએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને લગતી તકનીકી સુવિધાઓ વિશે માહિતી આપી નથી. જો કે, તેમની પાસેથી સ્પીડ, પરફોર્મન્સ અને રેન્જને લઈને ઘણા દાવા કરવામાં આવ્યા છે. જોકે એવું માનવામાં આવે છે કે તેમાં એલોય વ્હીલ્સ, મોટા સ્ટોરેજ, રિમૂવેબલ લિથિયમ-આયન બેટરી, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઉડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હશે.

90 kmphની ઝડપ હોઈ શકે છે

Advertisement

સીઈઓ અગ્રવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર હાઇ સ્પીડ સ્કૂટર હશે. ‘તમે આ ટ્વીટ વાંચી શકો તેના કરતા 0 થી 60 ઘણી ઝડપ છે.’ તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. આ સાથે, સ્કૂટરમાં એક મોટી બૂટ સ્પેસ ઉપલબ્ધ થવા જઈ રહી છે. વિડિઓમાં બતાવવામાં આવ્યું છે કે બૂટમાં એક સાથે બે હેલ્મેટ મૂકી શકાય છે.

રેંજ 150KM સુધીની હશે

જો અહેવાલો પર વિશ્વાસ કરીયે તો, તે એક જ ચાર્જમાં 150 કિમીનું અંતર કાપી શકે છે. ખાસ વાત એ હશે કે સ્કૂટર સાથે હોમ ચાર્જર આપવામાં આવશે, જેના માટે કોઈ ઇન્સ્ટોલેશનની જરૂર રહેશે નહીં. ઓલાનો દાવો છે કે તે ઝડપી ચાર્જિંગ દ્વારા માત્ર 18 મિનિટમાં 50% સુધી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરશે જેથી 75 કિલોમીટરની રેન્જ મળશે.

ALSO READ

The post Ola Electric Scooterની રાહ જોવી હવે થઇ ખતમ! આ મહિને થઇ શકે છે લોન્ચ, ફૂલ ચાર્જ પર ચાલેશે 150 KM appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next