Advertisement

અધિકારી ધારાસભ્યોને નથી ગણકારતા સામાન્ય લોકોની શું સાંભળશે? જામનગરના MLAએ સરકારી બાબુઓ પર લગાવ્યા ગંભીર આરોપ

09:48 PM Sep 09, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

જામનગરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાદ ધારાસભ્ય બનેલા રાઘવજી પટેલે સરકારી બાબુઓ તેમને ગાંઠતા ન હોવાની હૈયાવરાળ ઠાલવી. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય રાઘવજી પટેલે અધિકારીઓ તેમજ અમલદારો સામે ઉભરો ઠાલવ્યો. રાઘવજી પટેલે જણાવ્યું કે અધિકારીઓ ધારાસભ્યની વાત પણ નથી સાંભળતા, જેના કારણે કામો નથી થતાં, આથી અમારે લોકો વચ્ચે જવું પણ મુશ્કેલ બન્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે જો અમે રજૂઆત કરીએ તો અધિકારીઓ શ્રાપ આપે છે.

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની સામાન્ય સભામાં વિપક્ષ અને સતાધારી જૂથ આમને સામે આવી જતા હોય છે, પણ જામનગર જિલ્લા પંચાયતમાં ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી. ભાજપા શાસિત જિલ્લા પંચાયતના ભાજપના જ સદસ્યોએ પદાધિકારીઓ અને ધારાસભ્યોએ સૂચવેલ કામ ન થતા હોવાનો ઉભરો ઠાલવ્યો છે. રાધવજી પટેલે સિંચાઈ, આરોગ્ય અને શિક્ષણ વિભાગ પોતાની રજૂઆતો સાંભળતા ન હોવાની અને અધિકારીઓ મનમાની કરતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો.

જામનગર જિલ્લામાં કલેકટરથી માંડી ચીફ ઓફિસર, અધિકારીઓથી માંડી અન્ય કર્મચારીઓ પ્રજાના પ્રતિનિધિઓની રજુઆત સાંભળતા ન હોય તો સામાન્ય પ્રજાની હાલત કેવી થતી હશે, એ સમજી શકાય છે. લોકશાહીમાં અમલદારશાહીનું વર્ચસ્વ જોખમરુપ જ ગણાવી શકાય. સરકારે દરમિયાનગીરી કરી અમલદારશાહી સામે ઠોસ પગલાં ભરવા નહિ ભરે તો આગામી સમયમાં સ્થિતિ વધુ કઠિન બનશે.

Read Also

The post અધિકારી ધારાસભ્યોને નથી ગણકારતા સામાન્ય લોકોની શું સાંભળશે? જામનગરના MLAએ સરકારી બાબુઓ પર લગાવ્યા ગંભીર આરોપ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next