Advertisement

અમારું જ અધિકારીઓ સાંભળતા નથી તો લોકો વચ્ચે કયા મોઢે જવું?, ભાજપના ધારાસભ્યએ બળાપો ઠાલવ્યો

07:58 AM Sep 10, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતમાં સરકારી બાબુઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળવા તૈયાર નથી. ખુદ ભાજપના જ ધારાસભ્યએ જાહેરમાં વાત કબૂલી હતી. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય રાઘવજી પટેલે અમલદારો સામે ઉભરો ઠાલવ્યો હતો કે, અધિકારીઓ ધારાસભ્યનુ સાંભળતા જ નથી. પ્રજાલક્ષી કામો થતા નથી. અમારે તો લોકો વચ્ચે જવું મુશ્કેલ બન્યું છે.

એક તબક્કે કેતન ઇનામદારે તો રાજીનામુંય ધરી દીધું હતું

ભાજપના ધારાસભ્યોને સરકારી બાબુઓ ગાંઠતા જ નથી. અગાઉ ભાજપના ધારાસભ્યો કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ સહિતના ધારાસભ્યો છેક મુખ્યમંત્રી રૂપાણીને આ જ રજૂઆત કરી ચૂક્યાં છે જેના કારણે વિવાદ થયો હતો. એક તબક્કે કેતન ઇનામદારે તો રાજીનામુંય ધરી દીધું હતું. ફરી આ મુદ્દો ચમક્યો છે.

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખુદ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે એવો બળાપો કાઢ્યો હતો કે, બાંધકામ વિભાગ, સિંચાઇ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ રીતસર અમલદારશાહી જ ચલાવે છે. ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લેતા જ નથી. ધારાસભ્યોને ગાંઠતા જ નથી. અધિકારીઓની આવી કાર્યશૈલીને કારણે લોકોના કામો થતાં જ નથી.

કોંગ્રેસ છોડીને આવેલાં ધારાસભ્યોને પણ સરકારી બાબુઓનો કડવો અનુભવ

આથી જો પ્રજાલક્ષી કામો જ ન થાય તો અમારે તો લોકો વચ્ચે કયા મોઢે જવું. આખરે જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓને ધારાસભ્યોની રજૂઆતને અવગણે નહીં તેવી સૂચના આપી હતી. કોંગ્રેસ છોડીને આવેલાં ધારાસભ્યને ય સરકારી બાબુઓનો કડવો અનુભવ થઇ રહ્યો છે. સામાન્ય સભામાં રૂા.12 કરોડના વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post અમારું જ અધિકારીઓ સાંભળતા નથી તો લોકો વચ્ચે કયા મોઢે જવું?, ભાજપના ધારાસભ્યએ બળાપો ઠાલવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next