Advertisement

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

09:47 AM Sep 22, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરત શહેરના સરથામા પોલીસ મથકે કોંગી નેતા અને પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત 7 લોકો સામે ગુનો નોંધાયો છે. આશાદીપ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓ સાથે રહી હોબાળા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલને બદનામ કરવાની કરતૂત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સંચાલક મહેશ રામાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નિલેશ કુંભાણીએ 13 ઓગસ્ટે શાળા સામે સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ ઉપરાંત નિલેશ કુંભાણી સામે સ્કૂલની ફી માફી નહીં કરવામાં આવે તો પરિણામ સારું નહીં એમ કહી તાળાં મારી દેવાની ધમકીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરદાર ફાર્મમાં મીટિંગ કરવા આપી હતી ધમકી

નિલેશ કુંભાણીએ સ્કૂલના ટ્રસ્ટીઓને સરદાર ફાર્મ પર મિટિંગ કરીને અમારૂ સમજી જાવ નહીં તો પરિણામ ખરાબ આવશે એવી વાતો કરી હતી. નિલેશ કુંભાણીએ વારંવાર સરદાર ફાર્મ ખાતે આવી મિટિંગ કરવાની ઓફર આપી હતી. સ્કૂલ પર ભેગાં થઈને તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતાં. સાથે લાઉડ સ્પીકર પણ વગાડ્યા હતાં. એ સમયે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતાં. ત્યારે ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું ન હોતું અને માસ્ક પણ ન હોતું પહેર્યું.

READ ALSO :

The post આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next