Advertisement

અમદાવાદ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠકમાં NSUIનો હોબાળો, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કરાઇ ઉગ્ર રજૂઆત

03:01 PM Oct 25, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મળેલી સિન્ડિકેટની બેઠકમાં એનએસઆઈયુ દ્વારા ચાલુ બેઠકે હોબાળો મચાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને હોબાળો કરવામાં આવ્યો. એનએસયુઆઈ દ્વારા બી.એ, બીકોમ, બીબીએ સહિતના કોર્ષમાં ગ્રાન્ટેડ સીટોમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. બી.એ અંગ્રેજી માધ્યમની માત્ર ત્રણ કોલેજ હોવાથી તેની સીટોમાં વધારો કરવાની માંગ કરાઈ. યુનિવર્સિટીની બંધ હોસ્ટેલોને ચાલુ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સિન્ડિકેટ બેઠકમાં આ તમામ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાશે તેવી સભ્યોએ બાંહેધરી આપી હતી.

અગાઉ શાળા કોલેજોમાં 25 ટકા ફી માફી કરવાની NSUI એ કરી હતી માંગ

ઉલ્લેખનીય છે કે, NSUI દ્વારા અનેક વાર આવી રીતે ઉગ્ર આંદોલનો કરાતા હોય છે ત્યારે તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં પણ NSUI એ નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો હતો. એનએસયુઆઇએ શિક્ષણપ્રધાન સમક્ષ માંગ કરી હતી કે શાળા અને કોલેજોમાં 25 ટકા ફી માફી કરવામાં આવે. કોરોનાકાળમાં ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. આજે પણ હજુ ઘણા બધા વર્ગો ઓનલાઇન ચાલે છે.

  • NSUI એ નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સામે માંડ્યો મોરચો
  • શાળા કોલેજોમાં 25 ટકા ફી માફીની કરી માંગ
  • પત્ર લખી અને એક સત્રની ફી માફ કરવા NSUI એ કરી માંગ
  • 1 સત્રની ફી માફ નહિ થાય તો ઉગ્ર આંદોલનની NSUI ની ચીમકી
  • ફી માફીની જાહેરાત નહિ થાય તો શિક્ષણમંત્રીના તમામ કાર્યક્ર્મોના ઘેરાવની ચીમકી

એનએસયુઆઇએ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને પત્ર લખી એક સત્રની ફી માફ કરવાની માંગ કરી છે. જો ફી માફ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એનએસયુઆઇએ ઉચ્ચારી હતી.

READ ALSO :

The post અમદાવાદ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટની બેઠકમાં NSUIનો હોબાળો, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કરાઇ ઉગ્ર રજૂઆત appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next