Advertisement

અરવલ્લી/ મંદિરની આરતીમાં ઘંટ નહીં પણ પથ્થર વગાડવામાં આવે છે, સૂર એટલો મધૂર કે સાંભળતા જ રહેશો !

07:22 PM Jan 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીના મોડાસાના ડીપ વિસ્તારમાં રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં પણ પથ્થરનો રણકાર સંભળાય છે. વાત કદાચ આપના ગળે નહીં ઉતરે પણ વાત સાચી છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. રામાપીરની આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતૂર બને છે. અહીં મુકવામાં આવેલા પત્થરમાંથી આવતો સૂર મંદિરમાં લગાવેલા બેલ કરતાં પણ મીઠો છે. આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાંથી ખાનગી ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો હતો. આ પથ્થરને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે.જેને વગાડવા માટે દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

READ ALSO

The post અરવલ્લી/ મંદિરની આરતીમાં ઘંટ નહીં પણ પથ્થર વગાડવામાં આવે છે, સૂર એટલો મધૂર કે સાંભળતા જ રહેશો ! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next