Advertisement

ચેતી જજો / Instagram પર ફોટો એડિટ કરતા હોય તો તમારા માટે છે આ સમાચાર, ફટાફટ વાંચી લો નહીંતર થઇ શકે છે જેલ

07:11 PM Jul 07, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટો એડિટ કરવું હવે મોંઘુ પડી શકે છે. નોર્વેએ Instagram પર ફોટો એડિટ કરવા પર જેલ મોકલવાનો કાયદો ઘડ્યો છે. નોર્વે નવા કાયદા મુજબ આમ કરવા પર ભારે દંડ કરી શકે છે. સાથે જ જેલની સજા પણ થઇ શકે છે. નોર્વે માર્કેટિંગ એક્ટ હેઠળ તેને લાવવામાં આવ્યો છે અને આ કાયદાને માત્ર જાહેરાતવાળા પોસ્ટ્સ માટે લાગૂ કરવામાં આવશે. નોર્વેનો આ કાયદો ફેસબુક, ટિકટોક, ટ્વીટર અને સ્નેપચેટ પર પણ લાગૂ થશે. નોર્વેના મિનિસ્ટ્રી ઓફ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી અફેર દ્વારા એક લેવલ ડિઝાઇન કરવામાં આવી છે. આ લેબને જાહેરાતવાળી પોસ્ટ પર લગાવવામાં આવશે. જેમા લખવામાં આવશે કે તેમા આકાર, સ્કિન અને શેપમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેને બનાવવા પાછળનો ઉદેશ એ છે કે જાહેરાતમાં પ્રોડક્ટ વેચવા માટે કોઇના લિપ્સને મોટા બતાવી દેવામાં આવે છે. કોઇના મસલ વધારી દેવામાં આવે છે. જો જાહેરાતમાં આમ કરવામાં આવે છે, તો નવા કાયદા મુજબ તેમને આ જાહેર કરવું પડશે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. 2017માં યૂકે રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું યુવાનોની માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. નવા કાયદા મુજબ દંડ સાથે જેલ પણ થઇ શકે છે.

ઇન્સ્ટાગ્રામમાં જો કોઈ રિયાલિટી ફિલ્ટરનો ઉપયોગ કરે છે, તો આ એપ સ્ક્રિન પર આ લેબલને ડિસ્પ્લે કરી દેશે. આટલું જ નહીં Instagramએ કોસ્મેટીક પ્રોસીઝરને પ્રમોટ કરતા ઇફેક્ટને પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ એડવાર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડે યૂકેમાં ઇન્ફ્યૂલન્સરે જણાવ્યું હતું કે મિસલીડિંગ ફિલ્ટરનો ઉપયોગ ના કરો. સાથે જ એવા ફિલ્ટરનો ઉપયોગના કરો જેમા જાહેરાતની અસરને વધારીને બતાવવામાં આવે છે.

Read Also

The post ચેતી જજો / Instagram પર ફોટો એડિટ કરતા હોય તો તમારા માટે છે આ સમાચાર, ફટાફટ વાંચી લો નહીંતર થઇ શકે છે જેલ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next