Advertisement

સરકાર ફરી / ગુજરાતના આ પ્રોજેક્ટમાં 10,000 કરોડનું રોકાણ કરનારા ભરાયા, હવે નહીં મળે આ લાભો

12:07 PM Jul 21, 2021 | Dhruv Brahmbhatt
Advertisement

GSTV

ગુજરાત સરકારે 2019માં કરેલા પાવર પરચેજ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ ઊભા કરનારા અંદાજે 35,000થી વધુ ઇન્વેસ્ટર્સે રૂા.10,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી સબસિડી આપવાની આજે ના પાડી દીધી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના જનરલ મેનેજરે આજે આ અંગે દરેકને જાણ કરતી નોટિસ મૂકી દીધી છે.

ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવાનું બંધ કરી દેવાનો નિર્ણય

પોલીસી ફોર ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ 2019 હેઠળ વીજળીની ખરીદી કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવતી હતી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ આ સબસિડી આપવામાં આવતી હતી. આ સબસિડી આપવાનું બંધ કરી દેવાનો ઉદ્યોગ વિભાગે બે દિવસ પૂર્વે જ નિર્ણય લીધો છે. ઉદ્યોગ વિભાગ નાના સાહસિકોને વ્યાજમાં પણ સહાય આપતો હતો. તેણે આ સહાય પણ બંધ કરી છે.

તેના પ્રત્યાઘાત રૂપે જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે આજથી જ આ સબસિડી આપવાનું તેમણે બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી દીધી છે. પરિણામે રૂા. 10,000 કરોડનું રોકાણ કરીને અંદાજે 2500 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાનું સાહસ કરનાર સાહસિકોના સબસિડીના નાણાં ડૂબી જવાની દહેશત ઊભી થઈ છે. તેમનામાં હતાશા ફેલાઈ ગઈ છે. સરકારે એકાએક ફેરવી તોળ્યું હોવાની લાગણી સાથે જ તેઓ છેતરાયા હોવાની પણ લાગણી થઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post સરકાર ફરી / ગુજરાતના આ પ્રોજેક્ટમાં 10,000 કરોડનું રોકાણ કરનારા ભરાયા, હવે નહીં મળે આ લાભો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next