Advertisement

No Kissing Zone: કિસ કરવા માટે કપલ્સ માટે હોટફેવરિટ હતી આ જગ્યા, સોસાયટીવાળાએ નો કિંસીંગ એરિયા જાહેર કર્યો

03:09 PM Aug 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

આપે કેટલીય જગ્યાએ નો હોર્નનું બોર્ડ વાંચ્યુ હશે, સાઈલન્ટ ઝોનની પટ્ટી પણ વાંચી હશે, નો પાર્કિંગ ઝોન પણ જોયા હશે. પણ મુંબઈના બોરીવલી વિસ્તારમાં લાગેલી એક સૂચના પટ્ટી થોડી અલગ છે. આ સૂચના વાંચીને લોકો પણ દંગ રહી ગયા હતા.

બોરિવલીના જોગર્સ પાર્કમાં લોકો ફરવા માટે આવતા હોય છે. પણ અહીં હવે લોકો ફરવાના બહાને ગંદી હરકતો કરતોનું પ્રમાણ ખૂબ વધી ગયુ છે. ત્યારે હાલમાં અહીં આવતા લોકો NO KISSING ZONE લખેલી પટ્ટી જોઈને ચોંકી ગયા હતા.

બોરિવલીનો જોગર્સ પાર્ક હાઈ પ્રોફાઈલ લોકોનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એક ગાર્ડન પણ બનેલુ છે. આ ગાર્ડનમાં રોજ પ્રેમી પંખીડાઓ આવતા હોય છે. જ્યાં આ લોકો મન ફાવે તેમ કિસ કરતા હોય છે. આ લોકો સારી એવી જગ્યા શોધીને કોઈ ખૂણો પકડી લે છે. જેના કારણે કોલોનીમાં રહેતા લોકોનું બાલ્કનીમાં નિકળવાનું બંધ થઈ ગયુ છે. લોકો પોતાના બાલ્કનીમાં પણ બેસી શકતા નથી.

બાદમાં કોલોનીવાળાએ એક મીટીંગ બોલાવી. મીટીંગમાં લોકોએ આ બાબતને ગંભીરતાથી લીધી. કોલોનીના લોકોએ કિસીંગ કપલ્સથી છૂટકારો મેળવવા માટે અહીં નો કિસીંગ ઝોન જાહેર કર્યો. કહેવાય છે કે, આવુ કરવાથી અહીં કિસીંગ કપલ્સનો ઘટાડો થયો છે.

Advertisement

READ ALSO

The post No Kissing Zone: કિસ કરવા માટે કપલ્સ માટે હોટફેવરિટ હતી આ જગ્યા, સોસાયટીવાળાએ નો કિંસીંગ એરિયા જાહેર કર્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next