Advertisement

ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં

08:00 AM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રૂપાણી સરકારની વિદાય થતાં જ ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેવી રાજકીય અફવાઓએ જોર પકડયુ છે. જોકે,  આ વાત પર પૂર્ણ વિરામ મુકાયુ છે કેમ કે,  અંબાજીમાં દર્શાનાર્થે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનરે કહ્યું કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં.

ભાદરવી પૂનમે માં અંબાના દર્શન કરવા ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રા અંબાજી પહોંચ્યા હતાં. તેઓએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.  અંબાજીની મુલાકાતે આવેલાં ચીફ ઇલેક્શન કમિશનર સુશિલ ચંદ્રાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ રાજયો સાથે ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી નહી યોજાય. ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં. 

ઉલ્લેખનીય છે કે,આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય. જોકે, ચર્ચા એવી છેકે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સ્થિતીને ગુજરાતની જનતા હજુ ભૂલી શકી નથી.

આ સંજોગોમાં એકાદ વર્ષ નવી સરકાર સારૂ કામ કરીને જનતાના દર્દને ભૂલાવી દે તો ફરી ભાજપ તરફી રાજકીય વાતાવરણ થઈ શકે છે. આ જોતાં ખુદ ભાજપ વહેલી ચૂંટણી યોજવાના મતમાં નથી. ખુદ ચીફ ઇલેકેશન કમિશનરે પણ આ વાત કહીને ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.

Advertisement

READ ALSO

The post ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next