Advertisement

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

09:43 PM Sep 19, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

સતત ત્રીજી વખત મુખ્યમંત્રીની રેસમાં હોવા છતા મુખ્યમંત્રી ન બની શકનાર નીતિન પટેલ છેલ્લા થોડા દિવસોથી સૂચકો નિવેદનો કરી રહ્યા છે. જેમાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્કની 105મી વાર્ષિક સાધારણ સભામાં નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા આ જગ્યાએ નીતિન પટેલે કેટલાક મહત્વના નિવેદનો કર્યા છે.

મહેસાણાથી ધારાસભ્ય અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણા પહોંચતા તેમનું ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. જ્યાં નીતિન ભાઇએ કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે. મહેસાણા અને કડીએ મને મોટો બનાવ્યો છે. તેમણે કહ્યું કે હું ફરવા માટે રાજકારણમાં આવ્યો નહતો. પેઢીએ બેઠો હોત તો પણ ભગવાને ઘણું આપ્યુ છે. તેમણે કહ્યું કે ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ.

તેઓએ ભાજપ કાર્યાલય પરથી કાર્યકરોને સંબોધન કરતા સમયે સરકાર માંથી બાદબાકી બાબતે ટકોર કરતા કહ્યું હતું કે તમામની મંત્રીપદમાંથી બાદબાકી થઈ છે અને આ કારણે ઘણાં લોકો ખુશ પણ થયા હશે. પણ આપણે આપણી રીતે કામ કરતા જવાનું છે અને પાર્ટી એ જવાબદારી આપી છે એ જવાબદારી સવા વર્ષ નિભાવવાની છે. બધાને આવવાનું છે અને બધા ને જવાનું છે એ નક્કી જ છે.

આ સાથે નીતિન પટેલે રામાયણની વાત કરીને કહ્યું કે રામાયણમાં પણ વિભીષણ અને મંથરા હતા. આજે પણ આવા લોકો મોજુદ છે. મારુ મંત્રી પદ જવાથી 99 ટકા લોકો દુઃખી છે. જોકે 1 ટકા લોકો એવા છે કે જેમને મનમાં ક્યાંક ખુશી થઈ છે. હું કોઈનું નામ નહીં દઉં સમજવા વાળા સમજી જશે.

Advertisement

અન્ય રાજ્કીય પક્ષના લોકો પણ ભાજપમાં જોડાવવા અંગે મહેસાણામાં ભાજપ કાર્યાલયથી નીતિન પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે તેઓ 25થી 30 વર્ષના અનુભવથી કહે છે કે સત્તા પર હોય ત્યાં જનારા ફટાફટ જતા રહેતા હોય છે. ભાજપમાં જોડાઈ જાય છે. ભૂતકાળમાં બીજા પક્ષમાં હતા અને ભાજપ વિરુદ્ધ ગમે તે બોલતા હતા તે લોકો પણ આજે ભાજપમાં આવતા રહ્યા છે અને સારું સારું સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે.

આમ નીતિન પટેલના અલગ અલગ પ્રકારના નિવેદનો રાજનીતિમાં ઘણું બધું કહી જાય છે. ત્યારે આવનારા દિવસો રાજનીતિમાં વધુ ગરમાવો લાવે તેવી પૂરી શકયતા છે.

Read Also

The post ‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next