Advertisement

બોગસ GST બીલીંગ કૌભાંડ મામલે સરકારનો મોટો નિર્ણય, 36 અધિકારીઓની બદલી, હિસાબ અધિકારી સસ્પેન્ડ

09:27 PM Jul 30, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ભાવનગર અને અમદાવાદમાં સામે આવેલ GSTના બોગસ બીલીંગ કૌભાંડમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે તાત્કાલિક નિર્ણય કરીને તમામ જવાબદારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે.

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં સામે આવેલ 2 GST બોગસ બીલીંગ કૌભાંડ મામલે સરકારે નિર્ણય લીધો છે. ભાવનગરમાં જીએસટીના બોગસ બીલીંગ કૌભાંડ મામલે 36 જેટલા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ભાવનગર જિલ્લામાંથી બદલી કરી દેવામાં આવે છે.

નીતિન પટેલે જણાવ્યું છે કે સમગ્ર કૌભાંડમાં યોગ્ય તપાસ થાય અને રેકોર્ડ સાથે ચેડાં ન થાય અને તેને કારણે તપાસને અસર ન થાય તે માટે નાયબ રાજ્ય વેરા કમિશનરથી લઈને સીનીયર કારકૂન સુધીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

તો સાથે સાથે, અમદાવાદ જિલ્લા પંચાયતના રૂ.7 કરોડના ડુપ્લીકેટ બીલ કૌભાંડમાં જવાબદાર એવા વર્ગ 1ના હિસાબી અધિકારીની તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાના અને સમગ્ર પ્રકરણમાં યોગ્ય તપાસના આદેશ આપ્યા છે. અધિકારી હાર્દિક પ્રજાપતિને સમગ્ર કૌભાંડમાં ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post બોગસ GST બીલીંગ કૌભાંડ મામલે સરકારનો મોટો નિર્ણય, 36 અધિકારીઓની બદલી, હિસાબ અધિકારી સસ્પેન્ડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next