Advertisement

ખુશખબર / નવી કાર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, હવે ઇન્શ્યોરન્સને લઇ ગ્રાહકો પર નહીં પડે વધારાનો બોજ

07:03 PM Sep 13, 2021 | Bansari |
Advertisement

GSTV

નવી ગાડીઓ ખરીદનારા લોકો માટે હાલ રાહતના સમાચાર આવી ચુક્યા છે. હવે આવા ગ્રાહકો પર ખોટો વીમાનો મોટો બોજ નહીં પડે. હવે નવા વાહન સાથે 5 વર્ષનો બમ્પર ટુ બમ્પર વીમો લેવો જરૂરી રહેશે નહીં.મદ્રાસ હાઇકોર્ટે કહ્યું કે, નવું વાહન ખરીદવા માટે 5 વર્ષનો બમ્પરથી બમ્પર વીમો લેવો મરજિયાત રહેશે. સામાન્ય વીમા કંપનીઓના સંગઠન, ઓટો કંપનીઓ અને વીમા એજન્ટોના સંગઠનની દલીલોને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા 4 ઓગસ્ટના રોજ તેના આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પાંચ વર્ષના આ ફરજિયાત વિમાને મરજિયાત કરવામાં આવ્યો.

મદ્રાસ હાઈકોર્ટે 5 વર્ષના બમ્પર-ટુ-બમ્પર વીમા વિશે જણાવી આ બાબત :

આજની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમનો હેતુ ફક્ત મુસાફરની સુરક્ષા માટે છે. કોર્ટે તેના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે, જૂના ઓર્ડર પર જ કોર્ટના સૂચનોનો સમાવેશ કરવામાં આવશે અને બાકીના જરૂરી નિયમો કાયદા બનાવતી સંસદ પર છોડી દેવામાં આવશે.એટલે કે, હવે બમ્પરથી બમ્પર વીમો ફરજીયાત નહિ લેવો પડે.

અત્રે નોંધનીય વાત છે કે, નવા વાહનની ખરીદી પર પાંચ વર્ષ સુધીનો ફરજીયાત બમ્પર વીમો લીધા બાદ વાહનોની કિંમતમા 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ સુધી વધી રહી હતી, જેનો ઓટો કંપનીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. હવે મદ્રાસ હાઈકોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટ ઓગસ્ટના આદેશમાં આ ફેરફાર કરશે.

કોર્ટે માંગ્યા હતા સુઝાવ :

કોર્ટના જણાવ્યા મુજબ કોર્ટનું સૂચન માત્રબમ્પરથી બમ્પર વીમા પર રહેશે તેને ફરજીયાત બનાવવો કે નહિ તેનો નિર્ણય સંસદ પર છોડી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નિયમોના અમલીકરણના પડકાર પર કોર્ટે 1 સપ્ટેમ્બરના રોજ સૂચનો માંગ્યા હતા. ત્યારબાદ ઓટો કંપનીઓ, આઈઆરડીએ સહિત ઘણી સંસ્થાઓએ મદ્રાસ હાઈકોર્ટને તેમના સૂચનો આપ્યા હતા.

Advertisement

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં નવા વાહનની ખરીદી પર 5 વર્ષ માટે બમ્પરથી બમ્પર વીમાનો નિયમ ફરજિયાતપણે અમલવારીમાં મુકવામાં આવ્યો હતો પરંતુ, આ નિયમ આવ્યા બાદ ઓટો કંપનીઓ દ્વારા તેનો નિરંતર વિરોધ કરવામાં આવ્યો કારણકે, એક સાથે 5 વર્ષનો વીમો લાગુ પાડવો પડકારજનક હતો.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post ખુશખબર / નવી કાર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, હવે ઇન્શ્યોરન્સને લઇ ગ્રાહકો પર નહીં પડે વધારાનો બોજ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next