Advertisement

નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે કર્યું આટલા લાખના સોનાનું દાન, CMના એક બાદ એક પ્રધાનો સંભાળી રહ્યાં છે ચાર્જ

01:53 PM Sep 18, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. ત્યારે આજે એક બાદ એક તમામ પ્રધાનો વિધિવિત રીતે પોતાનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ત્યારે કોઇને કોઇ પ્રધાન પોતાનું નવું પ્રધાનપદ સંભાળતા પહેલાં કોઇ મંત્રી કાં તો પહેલાં ભગવાનના દર્શન કરવા જાય છે તો કોઇ મંત્રી પોતાના પદ પર રહેલાં પૂર્વપ્રધાન સાથે મુલાકાત કરવા જાય છે.

એવામાં નવા કૃષિ, ઊર્જા અને પેટ્રોલિયમ પ્રધાન બનેલા મુકેશ પટેલે યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યાં હતાં. પ્રધાન મૂકેશ પટેલે મંદિરમાં પોતાના દીકરાના નામે 2.40 લાખના કિંમતનું 50 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. પ્રધાન પોતાના ધર્મપત્ની સાથે મંદિર આવ્યાં હતાં. બાદમાં મંદિરમાં પૂજા કરાવી ભટ્ટજી મહારાજ પાસેથી આશીર્વાદ લીધાં હતાં.

READ ALSO :

The post નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે કર્યું આટલા લાખના સોનાનું દાન, CMના એક બાદ એક પ્રધાનો સંભાળી રહ્યાં છે ચાર્જ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next