Advertisement

ખેલ પડ્યો/ ભૂપેન્દ્ર “દાદા”ના મંત્રીમંડળમાં સુરતની દાદાગીરી : 4 લોકલ ધારાસભ્યો સાથે દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યો બન્યા મંત્રી

04:41 PM Sep 16, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદાના જાહેર થયેલા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતની દાદાગીરી જોવા મળી છે. સુરતના એક બે નહીં પરંતુ ચાર ધારાસભ્યો અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્ય મળી સાતને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આ સાત મંત્રીમાં બે કેબીનેટ એન પાંચ રાજ્ય કક્ષાના મંત્રી જાહેર થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સુરતના ચાર મંત્રીઓ બનતાની સાથે જ તેમના ટેકેદારો મારતી ગાડીએ સપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા.

ભાજપે ગુજરાતને પ્રયોગશાળાની જેમ પહેલી વખત મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળમાં નો રીપેટેશનની ફોર્મ્યુલાના કારણે લોકો ચકીત રહી ગયાં છે. સપથ વિધિના ગણતરીના કલાકો પહેલાં જાહેર થયેલા મંત્રીઓને ખબર ન હતી કે કોનું નામ મંત્રી તરીકે ચાલી રહ્યું છે.  ત્યાર બાદ હાઈ કમાન્ડથી એક બાદ એક ધારાસભ્યોને ફોન કરતાં  મંત્રીઓ જાહેર થવા માંડયા હતા. 

સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ, વિનોદ મોરડીયાનું નામ પહેલાં જ જાહેર થયું હતુ. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતું ચૌધરી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તેમનો પણ  મંત્રી મંડળમાં સમાવવા માટે ફોન આવ્યો છે. જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે સુરતના ત્રણ સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ મળીને કુલ છને સ્થાન મળ્યું હતું  પરંતુ ત્યાર બાદ અચાનક જ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીનું નામ પણ મંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં  પરંતુ તેમને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવી દેવાયા છે.

આમ પહેલી વાર ગુજરાતના મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે. સુરતના એક સાથે ચાર ધારાસભ્ય મત્રી હોય તેવો આ પહેલું મંત્રી મંડળ હોવાથી હાલમાં સુરત રાજકીય રીતે એપી સેન્ટર બની શકે છે.

Advertisement

સુરત અને દશ્રિણ ગુજરાતના ધારાસભ્યો મંત્રી તરીકે જાહેર થતાં તેમના ટેકેદારો મારતી ગાડીએ સપથ વિધિમાં પહચ્યા હતા. આજે ખાતાની ફાળવણી બાદ તેઓ પોતના મત વિસ્તારમાં પાછા ફરશે ત્યારે તેમના સન્માન સમારોહ કરવામાં આવશે. મંત્રીના નામની જાહેરાત થતા જ મંત્રીઓના ઘરે શુભેચ્છકો પરિવારના સભ્યોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયાં હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ખેલ પડ્યો/ ભૂપેન્દ્ર “દાદા”ના મંત્રીમંડળમાં સુરતની દાદાગીરી : 4 લોકલ ધારાસભ્યો સાથે દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યો બન્યા મંત્રી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next