Advertisement

નવી ઉડાન / અમદાવાદીઓને મળશે CCTV કેમેરાથી સજ્જ હાઈટેક બસ, જાણો કયા રુટ પર દોડતી થશે ઇલેક્ટ્રિક બસ

09:50 PM Oct 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉડાન નામથી નવી બસ સેવા સોમવારથી ચાલુ કરવામાં આવી રહી છે. આ બસ ઈસ્કોન ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ સુધી દોડશે. આ ઈલેક્ટ્રીક બસ  સેવાનો પ્રારંભ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી શરૂ થશે. CCTV કેમેરાથી સજ્જ હાઈ એન્ડ એસી બસ સવારે 6 કલાકથી રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેટ કરાશે.

દર 15 મિનિટે આ બસ ઉપલબ્ધ થશે અને મુસાફર દીઠ ટિકિટનો દર 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. ટિકીટનો ચાર્જ રોકડ, જનમિત્ર કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ચૂકવી શકાશે.

આ બસનો રૂટ ઈસ્કોન ક્રોસ રોડ, ઈસરો, સ્ટાર બજાર, હિંમતલાલ પાર્ક, યુનિર્વિસટી, મેમનગર, શાસ્ત્રીનગર, RTO સર્કલ અને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ સુધીનો રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post નવી ઉડાન / અમદાવાદીઓને મળશે CCTV કેમેરાથી સજ્જ હાઈટેક બસ, જાણો કયા રુટ પર દોડતી થશે ઇલેક્ટ્રિક બસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next