Advertisement

વિવાદ/ રાહુલ ગાંધીના પગે પડ્યા પંજાબના નવા સીએમ , VIDEO વાયરલ થતા મચ્યો હોબાળો

02:00 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કથિત રૂપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. તેનો વીડિયો સામે આવ્યા બાદ મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની પ્રામાણિકતાની પુષ્ટિ GSTV કરતું નથી. વિપક્ષી પાર્ટીઓ આ વીડિયો પર તીખી પ્રતિક્રિયા આપી રહી છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આ વીડિયો કોંગ્રેસની સંસ્કૃતિને ઉજાગર કરે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચરણજીત સિંહ ચન્નીના શપથગ્રહણ સમારોહ બાદ નવી શરૂઆત માટે પંજાબના લોકોને અભિનંદન આપ્યા હતા. અગાઉ, કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ ચંદીગઢના પંજાબ રાજ ભવનમાં શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પરંતુ રાહુલ ગાંધીએ ચંદીગઢમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના ઘરે મુલાકાત લીધી ન હતી. શનિવારે અમરિંદર સિંહે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા “અપમાન”નું કારણ આપીને પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહે ચન્નીના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. અમે આજે પણ લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને આવનારા સમયમાં પણ રહીશું. હું પંજાબને આ નવી શરૂઆત માટે અભિનંદન આપું છું.

જણાવી દઇએ કે પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે પદભાર સંભાળ્યો હતો અને રાજ્યમાં નાના ઘરોમાં મફત પાણી તથા વીજળીના દરમાં ઘટાડો કરવાનું વચન આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં ચન્ની (58) એ પોતાની જાતને “આમ આદમી” તરીકે વર્ણવતા કોંગ્રેસ હાઇકમાન્ડને તેમની પસંદગી માટે આભાર માન્યો હતો. ચમકૌર સાહિબના ત્રણ ટર્મના ધારાસભ્ય રહી ચુકેલા ચન્નીએ પોતાના જૂના દિવસો યાદ કર્યા અને કહ્યું કે તેઓ પેડલ રિક્ષા ચલાવતા હતા અને તેમના પિતા “ટેન્ટ હાઉસ” ચલાવતા હતા.

Advertisement

ચરણજીત સિંહ ચન્નીએ ઉમેર્યું, “મારી પત્ની ડોક્ટર છે, મારો ભાઈ ડોક્ટર છે. મારા ઘરમાં કર્મચારીઓ છે. જ્યારે વીજળીનું બિલ આવે છે, ત્યારે મારી પત્ની મને કહે છે કે વીજળી બિલના પૈસા તેના ખિસ્સામાંથી ભરવામાં આવે છે. આ બિલ ઘટાડવામાં આવશે.”

Read Also

The post વિવાદ/ રાહુલ ગાંધીના પગે પડ્યા પંજાબના નવા સીએમ , VIDEO વાયરલ થતા મચ્યો હોબાળો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next