Advertisement

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

01:23 PM Sep 20, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. દરરોજ તે પોતાના હોટ ફોટાથી ચાહકોના દિલમાં આગ લગાડે છે. તાજેતરમાં જ તેણે પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને આ ફોટોશૂટમાં નેહાની સ્ટાઇલ એકદમ કિલર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ફિદા થઇ રહ્યા છે.

નેહાનો બોલ્ડ લૂક

નેહા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં અભિનેત્રી પાવડર બ્લુ બ્રા પહેરેલી જોવા મળે છે. તે સિવાય અભિનેત્રીએ શ્રગ પણ પહેર્યું છે. અભિનેત્રી આ તસવીરોથી પોતાની હોટનેસનો પારો વધારી રહી છે. ફોટામાં તેમની મનમોહક અદાઓ કોઈને પણ દીવાના કરી શકે છે.

નેહા શર્મા બિહારમાં મોટી થઈ છે

નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર 1987ના રોજ ભાગલપુર બિહારમાં થયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે નેહા શર્માના પિતા અજીત શર્મા ભાગલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. નેહા શર્માએ પોતાનો પ્રારંભિક અભ્યાસ ભાગલપુરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)માંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ ફેશન ડિઝાઇનિંગ કરતા કરતા અભિનેત્રીએ બોલિવૂડનો માર્ગ પકડ્યો અને ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.

વધુ ખાસ નથી રહ્યું કરિયર

નેહા શર્માએ તેની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘ચિરત’થી કરી હતી. તે આ ફિલ્મમાં ચરણ તેજની સામે જોવા મળી હતી. તેમણે મોહિત સૂરીની ફિલ્મ ‘ક્રૂક’ થી હિન્દી સિનેમામાં શરૂઆત કરી હતી. જોકે તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોવા મળી નહતી. આ પછી તે ‘તેરી મેરી કહાની’ અને કોમેડી ફિલ્મ ક્યા સુપર કૂલ હૈં હમમાં જોવા મળી હતી. તે બાદ નેહા શર્મા વિવેક ઓબેરોય સાથે કોમેડી લવ સ્ટોરી ‘જયંતુ ભાઈ કી લવસ્ટોરી’માં જોવા મળી અને આ ફિલ્મ પણ બોક્સ-ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Read Also

Advertisement

The post બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next