Advertisement

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

01:29 PM Aug 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET 2021) માટે સુધારેલ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં સેન્ટ્રલ પૂલમાં તમામ મેડિકલ બેઠકોમાં 27 ટકા OBC અને 10 ટકા EWS રિઝર્વેશનનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, AIIMS, JIPMER અને PGIMER જેવી કેન્દ્રીય સંસ્થાઓમાં પહેલેથી જ ઓબીસી આરક્ષણ હતું પરંતુ રાજ્યની મેડિકલ કોલેજોમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો નહોતી.

હવેથી AIQ બેઠકોમાં આટલું રહેશે અનામત:

  • SC: 15 ટકા
  • ST: 7.5 ટકા
  • OBC (નોન-ક્રીમી લેયર): 27 ટકા
  • EWS: 10 ટકા
  • PwD: 5 ટકા

NTA અનુસાર, “ભારત સરકારે સેન્ટ્રલ માટે અખિલ ભારતીય ક્વોટાની 15% અંડરગ્રેજ્યુએટ (યુજી) બેઠકો (એમબીબીએસ/બીડીએસ) પર 27% OBC અનામત (નોન-ક્રીમી લેયર) અને 10% EwS આરક્ષણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ આરક્ષણ વર્તમાન શૈક્ષણિક સત્ર 2021-22થી પ્રભાવમાં આવશે. ઉમેદવારો જાહેર કરેલી સૂચનામાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

READ ALSO

The post NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next