Advertisement

ડ્રગ કેસમાં સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર NCB રડારમાં, હૈદરાબાદથી કરાઈ ધરપકડ

01:40 PM May 28, 2021 | Damini Patel |
Advertisement

GSTV

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની નાર્કોટેક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ ડ્રગ કેસમાં કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પીઠાનીની ધરપકડ હૈદરાબાદથી થઇ છે. NCBની એક ટીમ સિદ્ધાર્થને મુંબઈ લાવી રહી છે, જ્યાં એમની પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ કેસમાં સાજિસ છે કે સિદ્ધાર્થ પીઠાની વિરુદ્ધ ધારા 28, 29 અને 27 લાગશે.

જણાવી દઈએ કે સિદ્ધાર્થ પીઠાની, સુશાંત સિંહ રાજપૂત સાથે એમના ફ્લેટમાં રહેતા હતા. સુશાંતની બોડી સૌથી પહેલા જોવા વાળમાં સિદ્ધાર્થ એક હતો.

સુશાંત અને સિદ્ધાર્થનું કનેકસન

સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ નિધન થયું હતું. તેણે મુંબઈના એક ફ્લેટમાં ફાંસી લગાવી લીધી હતી. સુશાંતના મોતે બધાને હચમચાવી દીધા હતા. સુશાંતના પરિવારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર પણ ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંત ડેથ કેસમાં તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યું હતું. આ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરી રહ્યું છે. આમાં રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી જેવા અનેક લોકોનાં નામ બહાર આવ્યાં હતાં. તેમાંના એક સિદ્ધાર્થ પીઠાણી પણ હતા. હવે એનસીબીએ તેમની ધરપકડ કરી છે.

સુશાંતની મોત પહેલા તે એને મળ્યો હતો

જુલાઈ 2020માં એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે સુશાંતને છેલ્લા એક વર્ષથી ઓળખે છે. બંને કોમન મિત્રો દ્વારા મળ્યા હતા. બાદમાં સિદ્ધાર્થે પણ સુશાંત માટે કામ કરવાનું શરૂ કર્યું. સુશાંતના છેલ્લા સમયમાં તે તેની સાથે રહ્યો હતો.

Advertisement

સિદ્ધાર્થે કહ્યું હતું કે- સિદ્ધાર્થ 13 જૂને બપોરે 1 વાગ્યે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો. સુશાંત તેની પૂર્વ મેનેજર દિશાની આત્મહત્યા અંગે નારાજ હતો કારણ કે દિશા સાથે આ કેસમાં તેનું નામ ઉમેરવામાં આવતું હતું અને તેના પર બ્લાઇન્ડ આઈટમ લખાઇ રહ્યા હતા.

Read Also

The post ડ્રગ કેસમાં સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર NCB રડારમાં, હૈદરાબાદથી કરાઈ ધરપકડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next