Advertisement

ખતરો/ ગુજરાતના આ શહેરમાં 3 ફૂટ ભરાશે પાણી: દરિયાના પાણીમાં ડૂબી જશે, આવી સૌથી મોટી ચેતવણી

04:34 PM Aug 10, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

79 વર્ષની અંદર એટલે કે 2100 સુધીમાં ભારતના દરિયા કિનારાના 12 શહેર દરિયાના અઢી ફૂટ પાણીમાં જતા રહેશે. કારણ કે સતત વધી રહેલી ગરમીના કારણે બંને ધ્રુવો પરનો બરફ પિગળી રહ્યો છે અને તેના કારણે ભવિષ્યમાં દરિયાની સપાટીમાં વધારો થશે. દરિયા કિનારે રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં જવાની ફરજ પડશે.

અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના સી-લેવલ પ્રોજેક્શન ટૂલને આધાર બનાવીને ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા તાજેતરમાં જ એક અહેવાલ રજૂ કરાયો છે. જેમાં કહેવાયુ છે કે જો કાર્બન એમિશન અને પ્રદુષણને રોકવામાં નહીં આવ્યુ તો તાપમાનમાં 4.4 ડિગ્રીનો વધારો થશે. આગામી બે દાયકામાં જ તાપમાન 1.5 ડિગ્રી વધવાનું છે. તાપમાન જેટલું વધશે તેટલી જ ગ્લેશિયરો પિગળવાની ઝડપ પણ વધશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં તબાહી સર્જાશે.

નાસાના પ્રોજેક્શન ટુલમાં દુનિયાનો નકશો બતાવીને કહેવાયું છે કે કયા હિસ્સામાં દરિયાઈ સપાટી કેટલી વધશે. ભારતના જે 12 શહેરો 2100 સુધીમાં અડધાથી પોણા ત્રણ ફૂટ સુધી દરિયાના પાણી જોવા મળશે તેમાં સૌથી વધારે ખતરો ભાવનગરને છે. અહીંયા 2100 સુધીમાં દરિયાઈ સપાટી 2.69 ફૂટ ઉપર જશે. આ સિવાય બીજા શહેરોમાં દરિયાઈ સપાટી કેટલી વધશે તેના આંકડા નીચે પ્રમાણે છે.

કોચી2.32 ફૂટ
મોમુગાઓ2.06 ફૂટ
ઓખા1.96 ફૂટ
તુતીકોરિન1.93 ફૂટ
પાદાદીપ1.93 ફૂટ
મુંબઈ1.90 ફૂટ
મેંગલોર1.87 ફૂટ
વિશાખાપટ્ટનમ1.77 ફૂટ

ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લા 40 વર્ષમાં જેટલી ગરમી વધી છેટલી 1850 પછીના ચાર દાયકાઓમાં પણ વધી નથી. જો પ્રદુષણને રોકવામાં નહીં આવે તો દુનિયાએ ભયાનક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સંશોધકોના મતે ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યની નહીં પણ વર્તમાનની સમસ્યા બની રહી છે.

Advertisement

તાપમાન વધવાના કારણે કેલિફોર્નિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કીના જંગલોમાં આગની ઘટનાઓ ઘટશે નહીં. જો બરફ પિગળી ગયો અને જંગલો નહીં રહ્યા તો માણસ જાતને હવા અને પાણી બંનેની તકલીફ પડી જશે.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં 4000 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈટ ઉત્સર્જિત થાય છે. આ પ્રમાણ ઘટાડીને 500 કરોડ ટન કરવામાં નહીં આવ્યુ તો તે ધરપતી માટે ઘાતક સાબિત થશે. આ કામ 2050 સુધીમાં કરવુ પડશે. નહીંતર આવનારી પેઢીઓને પ્રદુષણ, ગરમી અને પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવનારી પેઢીઓને બરબાદ થયેલી ધરતી વારસામાં મળશે.

Read Also

The post ખતરો/ ગુજરાતના આ શહેરમાં 3 ફૂટ ભરાશે પાણી: દરિયાના પાણીમાં ડૂબી જશે, આવી સૌથી મોટી ચેતવણી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next