Advertisement

ભાજપની નામ બદલો પેટર્ન, અહીં પાંચ દાયકા જૂના ઇન્દીરા ગાંધી તાલીમ કેન્દ્રને તોડી બનાવાશે નરેન્દ્ર મોદી સંસ્થાન

08:19 AM Oct 18, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગાંધીનગરના સેક્ટર-17 ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલીત ઇન્દીરા ગાંધી તાલીમ ભવન આવેલું છે  પાંચ  દાયકા જુના આ ભવનનેે તોડી ત્યાં રાષ્ટ્રીય કક્ષાનું દેશનું પ્રથમ પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે.

તાજેતરમાં મળેલી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં આ તાલીમ કેન્દ્રનું નામ ‘નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્થાન’ આપવામાં આવ્યું છે. 

એટલુ જ નહીં,અમિત શાહના લોકસભા વિસ્તારમાં આ ભવન આવ્યું હોવાને કારણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડીપીઆર કેન્દ્રીય ગૃહમંત્રીને મોકલી આપવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં પરિષદના હોદ્દેદારો દિલ્હી ખાતે આ પ્રોજેક્ટની બાબતે વડાપ્રધાનને પણ મળશે. 

વર્ષ 1983માં પંચાયતી તાલીમ ભવનનું કરાયું હતું ખાતમુર્હુત

ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાનને મજબૂત બનાવવા માટે વર્ષ 1983માં ગાંધીનગરના સેક્ટર-17 ખાતે પંચાયતી તાલીમ ભવનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

Advertisement

જે તે વખતે આ તાલીમ ભવનનું તે વખતના વડાપ્રધાન ઇન્દીરા ગાંધી દ્વારા શીલાન્યાસ કરાયો હોવાના કારણે આ ભવનનું નામ ઇન્દીરા ગાંધી ભવન રાખવામાં આવ્યું હતું અને આ તાલીમ કેન્દ્રનું સંચાલન ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદને સોંપવામાં આવ્યું હતું. હવે રાજ્યમાં મોટા ભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન છે ત્યારે પંચાયતી રાજમાં પણ નામ બદલવાની પેટર્ન શરૂ થઇ ગઇ છે.

ગાંધીનગરના સેક્ટર-17માં આવેલાં પાંચ દાયકા જુના આ જર્જરીત ઇન્દીરા ગાંધી તાલીમ કેન્દ્રને તોડી પાડી ત્યાં નવું રાષ્ટ્રીયસ્તરનું ‘નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીયરાજ સંસ્થાન’ (તાલીમ કેન્દ્ર) બનાવવાનું પંચાયત પરિષદ દ્વારા તાજેતરમાં સર્વાનુમત્તે નક્કી કર્યું છે.

આ અંગે તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કોરોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં દેશના સર્વાંગી વિકાસ માટે ત્રિસ્તરીય પંચાયતી રાજને વધુ સુદ્રઢ અને મજબુત બનાવવા માટે અહીં નરેન્દ્ર મોદી સંસ્થાન ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO :

The post ભાજપની નામ બદલો પેટર્ન, અહીં પાંચ દાયકા જૂના ઇન્દીરા ગાંધી તાલીમ કેન્દ્રને તોડી બનાવાશે નરેન્દ્ર મોદી સંસ્થાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next